લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
દ્વિરેફની વાતો

તે આગલી ટેવથી તેના પગ નીચે ટેકણ મૂકતો એમ કર્તા પોતે પોતાની નોંધમાં જણાવે છે. નાટકમાં તો માત્ર, પુરુષ નવી સ્ત્રીના પગ નીચે ટેકણ મૂકે છે. એટલું જ આવે છે. ઉક્તિઓમાં ક્યાંઈ વિશેષ સૂચન નથી ! હવે માત્ર આટલી ક્રિયાથી એ ટેવ જૂની સ્ત્રીમાંથી પડેલી હતી એમ શી રીતે સમજાય ? આવી એક ભૂલ મારે કરી દેખાડવી હતી, પણ તે કરી શક્યો નથી એટલી આમાં ક્ષતિ છે.

પ્રમીલા અને ધીરુબહેન બન્ને તાળીઓ પાડે છે.

મેં કહ્યું : લ્યો હૌં ! તમારી જીભે જ તમે તમારી ભૂલ કબૂલ કરી ને !

ધનુભાઈ : (થયેલી મશ્કરી સમજી જઈને) પણ તેનું કારણ તો એ છે કે હું એટલો સારો વાર્તાકાર અને નાટકકાર છું કે મારી કૃતિમાં હું કંઈ ભૂલ કરવા ધારું તો પણ ન કરી શકું!

બધાં હસે છે.