સુશીલા : હા. (સુધીન્દ્ર ઊભો થઈ સુશીલાનો હાથ લઈ
તેને જોરથી દાબી શેક હૅન્ડ કરે છે. સુશીલાને આ ગમતું હોય
છે છતાં અસહ્ય લાગે છે એટલે બોલી ઊઠે છે.) લો બસ
કરો. તમને તો અભિનન્દન આપતાં પણ નથી આવડતું.
સુધીન્દ્ર : તમે અભિનન્દનનાં કાયર લાગો છો. ત્યારે સાથે સાથે કહી દો કે મને પરણશો કે નહિ, એટલે ચારુબહેનને બે જુદાં જુદાં અભિનન્દનો આપવાં ન પડે.
સુશીલા : આ તે કાંઈ પૂછવાની રીત !
સુધીન્દ્ર : પશુઓમાં ભાષા નથી એટલે તે લાંબો વખત ચેષ્ટા કરીને એક બીજાની સંમતિ માગે છે અને સમજે છે. આપણે માણસજાતને એમ કરવાની જરૂર નથી.
સુશીલા : તમે જ વિચારો જોઇએ, હું શું કહીશ.
સુધીન્દ્ર : હું તો માનું છું તમે હા જ કહેશો, પણ શાસ્ત્રોમાં કહ્યું છે કે સ્ત્રીનો વિશ્વાસ નહિ. હવે જોઈએ શાસ્ત્રો સાચાં પડે છે કે શું થાય છે?
સુશીલા : (વ્યંગમાં) ઓ : હો...!...જાઓ ત્યારે શાસ્ત્રો ખોટાં છે.
સુધીન્દ્ર : લો, ત્યારે આ વખતે હાથ નહિ મિલાવું. (આવેશથી ચુંબન કરવા જાય છે. સુશીલા તેને વારતાં—)
સુશીલા : એની પણ શી જરૂર છે? એ પણ એક ચેષ્ટા નથી ?
સુધીન્દ્ર : એ ચેષ્ટા નથી. એ શું છે તે અત્યારે નથી કહેતો. લો ચારુબહેનને બોલાવું. ચારુબહેન, ઓ ચારુમતી !
સુશીલા : આટલી બધી બૂમો શી પાડો છો?
સુધીન્દ્ર : અરે, ચારુ, આવે છે કે નહિં, કે ચારોળી કહીને બોલાવું ?
ચારુ૦ : (પ્રવેશ કર્યા પહેલાં) એટલાં બધાં ચારોળી