વિના તમારાં ક્યાં ભોજનો લૂખાં રહી ગયાં છે ? ( પ્રવેશ કરે છે ) ઓહો ! સુશીલાબહેન !
સુધીન્દ્ર : જો એકદમ એમને અભિનન્દન ન આપતી. એ અભિનન્દનથી ગભરાય છે. એ બી. એ.માં ફર્સ્ટ ક્લાસ પાસ થયાં છે, અને મને પરણવાની હા કહે છે.
ચારુ૦ : ( સુશીલાને એકદમ ભેટીને, કપાળે ચુંબન કરતાં સાચે જ હવે ભાઈભાભીના ભોજનમાં હું બહેન તો ચારોળી જેવી જ થઈ ! ઉપર શેાભાની, હોઉં તો ય શું અને ન હોઉં તો ય શું !
સુશીલા : પણ આ શું ? કંઈ ઘેલાં થયાં ?
સુધીન્દ્ર : ( ચારુ૦ને ) એ તને નથી પરણતી હોં !
ચારુ૦ : ( સુશીલાના સામું તાકીને જોતાં ) ખરેખર સુશીલા બહેન, તમે એટલાં રૂપાળાં છો, સ્ત્રીઓ પણ તમને ચુંબન કરે. લો બાને બોલાવું. ગોળધાણા વહેંચે. બા ઓ બા ! આમ આવો એક સારી વાત કહું. ( સુશીલા–સુધીન્દ્ર બન્નેને ) બા તો સાંભળીને ગાંડી ગાંડી થઈ જશે. આવો છો ને બા ! ( સુમતિ પ્રવેશ કરે છે ) બા ! સુશીલાબહેને ભાઈના વિવાહ કબૂલ્યા.
સુમતિ : ( હર્ષનાં આંસુથી સુશીલાનાં ઓવારણા લેતી ) મારા બેટા ! આ ભણેલાં છોકરાંમાં મને તો વહુનું મોઢું જોવાની આશા જ નહોતી. ( વિચારમાં પડી જાય છે. )
સુધીન્દ્ર : તમારા સિવાય બીજાં કોણ કોણ ફર્સ્ટ ક્લાસમાં આવ્યાં ?
ચારુ૦ : બા ! વિચારમાં પડી ગયાં કૈં ?
સુમતિ : મને થાય છે કે હવે હું મરી જાઉં તો સારું. આટલું સુખ મારા નસીબમાં ન હોય ! મને નહોતું લાગતું, મારો સુધી કોઈ દિવસ પરણે, એના ભૂખ જેવા પ્રયોગોમાંથી