લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
દેવી કે રાક્ષસી

કદી નવરો જ ન થાય ને ! અને વહેવાર તો કોઈ દી આવડે જ નહિ. પોતાની મેળે પરણવું હોય, તો જરા નવી રીતે હરવું કરવું લોકોમાં સારા દેખાવું, એ તો આવડવું જોઈએ ને ? નહિ તો જૂની રીતે માની જઈ અમે પરણાવીએ એમ પરણવું જોઈએ. જૂની રીત શી ખોટી હતી ?

સુધીન્દ્ર : તમારા સિવાય ફર્સ્ટ ક્લાસમાં બીજાં કોણ કોણ આવ્યાં ?

સુમતિ : આ તું પરણી એમ મારી ચારુ પણ માની જાય તો સારું. મને તો એનું મન જ સમજાતું નથી.

સુધીન્દ્ર : તમને શેનું સમજાય ? પણ મેં બે વાર પૂછ્યું પણ તમે જવાબ પણ એને નથી આપવા દેતાં. તમે વાતો ય ન કરવા દો તો પછી શેનાં કોઈ પરણે ?

[ બધાં હસી પડે છે ]

ચારુ૦ : હજી પરણ્યા પહેલાં જ આટલું બધું લાગી જાય છે ? અમે પૂછીને એને લૂંટી તો નથી લેતાં ને !

સુમતિ : બાપુ, હમણાં મને તો જરા વાત કરી લેવા દે. પછી તો બેઉ વાતોડિયાં છે તે જિંદગીભર વાતો કરવાનાં જ છે તો !

સુધીન્દ્ર : ( ખોટા ગુસ્સાથી ) નહિ મારે જાણવું છે કે બીજાં કોણ કોણ ફર્સ્ટ ક્લાસ આવ્યાં.

ચારુ૦ : સુશી ! કહે કહે. ભાઈને એ વિના કોઈ પ્રયોગ અટકી પડ્યો હશે.

સુશીલા : મિસ કામટ સેકન્ડ ક્લાસ આવ્યાં.

સુધીન્દ્ર : તમે તે શી રીતે ફિલસૂઝીમાં પાસ થયાં ? હું પૂછું છું કોણ ફર્સ્ટ ક્લાસ આવ્યાં ? સેકન્ડ કલાસનું નથી પૂછતો,

સુશીલા : પેલા મિ૦ જોશી. અને એક મિ. ઘારપુરે.

સુમતિ : અરે ! પણ હું કેવી મૂર્ખી ? — ચાંલ્લો કરવાનું