લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પ્રસ્તાવના

પણે નક્કી કરેલા દસકા કે સૈકાઓ કંઈ ઇતિહાસનાં સીમાચિહ્નો હોતાં નથી. તેમ જ વાર્તાનો એક ભાગ અને બીજો ભાગ એ કંઈ લેખકની કૃતિઓમાં સ્વાભાવિક સીમાચિહ્ન હોવાની જરૂર નથી. પણ અહીં એવું બનેલું છે કે આ વાતોમાં વાતોનો પહેલો ભાગ પૂરો થયા પછી વાર્તાકારનું માનસ ધીમે ધીમે બદલાયેલું છે, અને તે તેની કૃતિઓમાં પ્રતીત થાય એ સ્વાભાવિક છે. તે ફેરફાર બને તેટલો સ્પષ્ટ કરવાનો અહીં પ્રયત્ન છે. પહેલા ભાગની વાતોમાં મુખ્ય પાત્રોનો હર્ષાનુભવ જ્યાં પ્રધાન હોય તેવી વાતો છે જેવી કે ‘એક પ્રશ્ન’ ‘સાચો સંવાદ’ ‘જક્ષણી.’ પાત્રોના દુ:ખાનુભવની વાતો છે, તેમાં પણ જગતની ઇષ્ટ યોજના, એ દુઃખદ પરિસ્થિતિ ભલે મટાડી ન શકે, પણ છેવટે વિજયવાન થતી તો જણાય છે; જેવી કે ‘વોવા જન્મ’ ‘ખેમી’. કોઈ કોઈ વાતોમાં જ્યાં આવો અંતિમ વિજય નથી ત્યાં પણ અનિષ્ટનાં બલોની સામે વાર્તાકારનો તિરસ્કાર તદ્દન સ્પષ્ટ છે: જેમકે ‘રજનું ગજ’ વાતમાં લોકાની નિંંદાવૃત્તિ તરફ, ‘સરકારી નોકરીની સફળતાનો ભેદ’માં પ્રાચીન સતીભાવનાના જડ વિકૃત સ્વરૂપ તરફ, ‘કપિલરાય’માં મિથ્યા અને જરા પણ લાયકાત કે લાયકાતના પ્રયત્ન વિનાના યશોલોભ તરફ. એવી જ રીતે ‘મુકુન્દરાય’માં મુકુન્દરાયના પિતા અને બહેન તરફના અનાદર માટે પણ નાયક તરફ