લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બળો પ્રમાણિકપણે સ્વીકારવાં તો જોઈએ જ. ‘સુરદાસ’માં સુરદાસ પોતે નીતિની દૃષ્ટિએ રામપ્યારીના ખૂન માટે જવાબદાર છે. પણ તેનું આખું માનસઘડતર જુઓ: તે એક પછી એક સંસ્કારથી કેવા ખોટે રસ્તે કેવળ અવશ થઈ દોરાય છે ! અને છેવટે ખોટા માનેલા અન્યાયથી ઉશ્કેરાઈ ખૂન કરી બેસે છે. બીજી બાજુ રામપ્યારી પણ એવા સૂના અસાવચેત સ્વભાવની છે કે એક આંધળાથી પણ પોતાના જાનનું રક્ષણ કરી શકતી નથી ! તે જ પ્રમાણે ‘કોદર’ની વાત જુઓ: શાન્તિલાલ અને માલતી પરસ્પર પ્રમને માટે તલસે છે, છતાં માલતી નથી સમજી શકતી કોદરને કે નથી સમજી શકતી શાન્તિલાલના કોદર તરફના સદ્ભાવને ! જે બુદ્ધિ, મનુષ્યને ઇતર પ્રાણીથી ભિન્ન કરે છે, તે કેટલી મર્યાદિત ! જે હૃદયની વિશાલતા માટે માણસ પોતાને ઇતર પ્રાણીથી ધન્ય માને છે, તે કેટલું હઠીલું, કેટલું અવળચંડું !

‘છેલ્લો દાંડક્ય ભોજ’ અતિ પ્રાચીન કાળમાં મુકાયેલી છે, શૈલી વાતાવરણ બધું પ્રાચીન છે, પણ તેનો પ્રવર્તક હેતુ હાલના જમાનાનાં કેટલાંક સામાજિક બલોની મીમાંસામાંથી ઉદ્દભવ્યો છે. આજકાલ આપણા સમાજમાં સંતતિનિયમનનાં કૃત્રિમ સાધનો વિશે પુષ્કળ ચર્ચા ચાલે છે. આ સાધનોનો ઉપયોગ નીતિવિરુદ્ધ છે કે નહિ તે આખા પ્રશ્નનો જવાબ અહીં આવ્યો નથી – આવી શકે તેમ નથી.[] આ વાર્તામાં એ પ્રશ્ન સ્ત્રીની અનિચ્છાના દષ્ટિકાણથી જોવાયો છે


  1. * કોઈ પણ વસ્તુનું દર્શન, વાર્તા ( કે કોઈપણ કલા) દ્વારા સચોટ રીતે પ્રગટ કરી શકાય છે એ જેમ એ ક્લાનો ફાયદો છે તેમ ઘણીવાર સમગ્ર દર્શન તેમાં નથી આવી શકતું, અને ન આવે તો તેને હઠપૂર્વક નથી આણી શકાતું, એ કલાની મર્યાદા પણ સાથે સાથે છે.