લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભાંડીને અને એક બેને જરા વધારે ‘ચખાડી’ને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા, અદૃશ્ય થઈ ગયા. કોઈ લશ્કર કિલ્લો સર કરે એટલો હર્ષ ત્યાં વ્યાપી ગયો.

કોઈ રાજ્યપ્રકરણનો ‘વેદાન્તી’ વિચારે કે એક નિરર્થક વાવટા માટે આ માર ખાવાનો શો અર્થ ! પણ આમ અનેક માણસોએ માર ખાવાથી वन्दे मातरम् ગીત રાષ્ટ્રગીત બન્યું છે, અને એ જ પ્રમાણે અત્યારે આ ત્રિરંગી વાવटो રાષ્ટ્રધ્વજ બને છે. અને એ બધાથી રાષ્ટ્રભાવ ઘડાય છે.

પોલીસ ગયા જોઈ દિવાળીએ ધ્વજ પાછો આપવા માંડ્યો પણ સ્વયંસેવકોએ એ ધ્વજ ત્યાં જ રાખવા કહ્યું. દિવાળીએ સાસુને બોલાવી. તે સર્વ હકીકત જાણી ચકિત થઈ ગઈ. સ્વયંસેવકોએ વીનુભાઈની ખાતર વાવટો રાખવા કહ્યું અને માતાએ કબૂલ કર્યું. અગાસીમાં એક ઠીંકરાની કાણી કોઠી પડી હતી તેમાં છોકરાંએ ધૂળ ઢેફાં નાખી એ વાવટો ખોડ્યો. આખા ગામમાં સૌથી ઊંચો વાવટો વીનુના ઘર પર ફરકવા લાગ્યો અને દિવાળીને સૌ ઝંડાવાળી દિવાળી કહી ઓળખવા લાગ્યું.

કેટલીક ક્રિયામાં પોતામાં કશી બહાદુરી હોતી નથી પણ તેથી માણસમાં બહાદુરી આવે છે. દિવાળીએ વાવટો ઊંચો લઈ લીધો તેમાં બહાદુરી કરી નહોતી પણ તેથી તે બહાદુર બની, અને તેનાથી આખા ગામની સ્ત્રીઓમાં નવી બહાદુરી આવી.

એક દિવસ દિવાળી સવારમાં પાણી ભરવા જતી હતી ત્યાં તેણે ભાગાળે એક ગાડી અને તેની આસપાસ કેટલાક ખાદીધારી સ્વયંસેવકો જોયા. સ્વાભાવિક કૃતૂહલથી તે જરા રસ્તો મરડી ગાડી પાસે ગઈ. ત્યાં બીજી દિશાથી એક સ્વયંસેવક મારતી બાઇસિકલે આવ્યો, નીચે ઊતર્યો અને હાંફતો હાંફતો કહેવા લાગ્યો કે પોલીસને આપણા મીઠાની ખબર પડી ગઈ છે. બધા સ્વયંસેવકો મૂંઝાવા લાગ્યા કારણકે તેમણે અહીંથી બે