પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧


'ગરવે નેજા ઝળેળ્યા
'ગરવે નેજા ઝળેળ્યા રે
‘ગરવે ધણેણ્યો વાજાં વાગશે હો જી.'

એ પદના સંગ્રામોચિત સ્વરો.

'સોળ રે કળાનો સુરજ ઊગશે
'તપશે તે દિ' બાળોબાળ રે
હાં-હાં-હાં

'ધરતીનાં દોય પડ ધ્રૂજશે
'હોશે તે દિ' હલહલકાર રે
હાં-હાં-હાં

'પીર રે પોકારે મુંજાં ભાવરાં !'

એવા જેસલ પીરના રૌદ્ર પુકાર.

'ધરતી માથે હેમર હાલશે સૂના નગર મોજાર,
'લખમી લુંટાશે લોકું તણી એની નવ બૂમ કે ન વાર,
'પોરો રે આવ્યો સંતો પાપનો
'ધરતી માગે છે ભોગ !'

એવી વ્યાપક સતાવણીના આગમ-બોલ.

'સેજ પલંગ માથે પોઢતાં
‘બાળુડા ! સેજ પલંગ માથે પોઢતાં;
'એવાં પથરે પોઢાડ્યાં નાનાં બાળ...ગરનારી !'