પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

વગર છૂટકો જ નથી. અને તેમના લાભને ખાતર છોકરાઓની માફક જ છેાકરીએાને કાંઈપણ ઉદ્યમે લાગી શકે એવી કેળવણી આપવાની અગત્ય છે."

વળી મિસ નાઇટીંગેલ કહે છે કે “સ્ત્રીએાને કામ કરવાની ઈચ્છા તો હોય છે, કારણ કે તદ્દન કામ વગર તો જીંદગી છેક નિરૂત્સાહી અને અંધકારમય થઈ જાય અને શરીર પણ સાથે ક્ષીણ થઈ જાય, તથા મા બાપ તથા ભાઈ ભાંડુને છોકરીઓ ભારે પડે. કોઈ વળી પોતાના જીવનની ગ્લાનિ દૂર કરવાની ખાતર અનાથ લેાકેાની મુલાકાત લેવાને જાય છે. પરંતુ ત્યાં પણ કેવી રીતે વર્તવું, ગરીબ લોકોની રિથતિમાં સુધારો કરવા શા ઉપાયો યોજવા તેનું જ્ઞાન ના હોવાથી ઉલટું નુકશાન. થાય છે. આનું એક દૃષ્ટાન્ત હું તમને કહું. એક વખત એક ઝુંપડી જે ઘણું ખરૂં સ્વચ્છ અને વ્યવસ્થિત રહેતી હતી તે અવ્યવસ્થિત અને ગંદી મને માલુમ પડી. અંદર જઈને મેં આ ફેરફારનું કારણ પૂછયું ત્યારે એક વૃદ્ધ સ્ત્રી બેલી "બાઈ, એમાં તે સવાલ કરવા જેવું શું છે ? જો અમે સર્વ અસ્તવ્યસ્ત ના રાખીએ તો જે ગૃહસ્થની સ્ત્રીઓ અમને મદદ કરવા આવે છે તેઓ એક રાતી પાઈએ અમને દેખાડે નહિ."

આવી મુલાકાત કરવામાં પણ ડહાપણ જેઈએ છે, ને તે ઘણાં થેાડાનામાં જ હોય છે." સ્ત્રીએાને નર્સને અને અનાથોને મદદ કરીવાના (deaconess) ધંધાનું શિક્ષણ આપવું જરૂરનું છે એ બાબત સિદ્ધ કરવાને મિસ નાઇટીંગેલે આટલું વિવેચન કર્યું હતું કૈસરવર્થથી આવ્યા પછી તેવી સંસ્થા ઈંગ્લંડમાં સ્થાપવાની તેમની ઘણી ઈચ્છા હતી. નર્સ થાય તેને સન્યાસ લેવો પડે એવો પ્રૉટેસ્ટંટ પંથના લોકેાને ભય હતો તે દૂર કરવાને તેમણે કૈસરવર્થનો આશ્રમ જે પ્રોટેસ્ટંટ પંથના જ લોકોબે માટે હતો તે આદર્શ તરીકે બતાવ્યો.