પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧
પ્રકરણ ૯ મું.

પણ જ્યાં મોતની સામે ટક્કર ઝીલવાની ત્યાં શી રીતે ચાલે. માણસ ખેારાક વગર ને દવા વગર માત્ર અશક્તિ ને થાકનો ભોગ થઈ પડતાં. એક વાર તો એવે પ્રસંગે મિસ નાiટીંગેલે હુકમ કર્યો કે સરકારી અમલદારે ખેારાકની વસ્તુઓ તપાસી હોય કે ન તપાસી હોય છતાં વાપરવા માંડવી. તે સર્વની જુમેદારી પોતાને જ શીર રાખી. નહિ તો જુજ પગારના નોકરો તેમની ઈચ્છાને આધીન થવાને લીધે વ્યર્થ માર્યા જાય. 'લેડી ઈન ચીફ'ના હુકમથી કોઠાર ખુલ્લો મુક્યો અને ભૂખને લીધે અશકત થઈ ગએલા સિપાઈઓને ખોરાક મળ્યો.

સરકારી નિયમની વિરૂદ્ધ ચાલ્યાથી મિસ નાઇટીંગેલને કેટલાક મનુષ્યો સાથે શત્રુતા થઈ, અને સરકારી કાયદાને ચીલે ચાલનારા માણસો બબડવા મંડ્યા, કે લેડી ઈન ચીફ તો માગી વસ્તુ માટે થોડીવાર પણ રાહ જોઈ શકતાં નથી અને સર્વ કામ આપ અખતિઆરથી કરે છે.

જયારે આ પ્રમાણે રસોડાની યોજના ટયુમગુ ચાલતી થઈ ત્યારે મિસ નાઇટીંગેલે કપડાં ધોવાની તથા દવા નાખીને તે સ્વચ્છ કરવાની ગોઠવણ કરવા માંડી. કારણ કે તાવ અને કેાલેરામાં વાપરેલાં ચેપી કપડાં દવાથી સાફ કર્યા વગર તો છુટકો જ નહોતો. આ બાઈ આવ્યાં ત્યાર પહેલાં તો કપડાં કાંઈ જ ધોવાતાં નહિ. સરકારી નોકરોએ કાંઇક સાતેક ખમીસ ધોવડાવ્યાં હતાં, અને ચેપી રોગવાળાં કપડાં અને સાદાં મેલાં કપડાં સર્વ એકઠાં ઝબોળી કઢાતાં હતાં. ધેાવાના ઈજારા લોકેાએ રાખ્યા હતા પણ કાંઈ ઉપયોગી કામ થતું નહોતું. જેટલું બરાબર ધોતા હતા તેમાં કાંઈ ઝાઝી ખામી નહોતી પણ ઈજારાવાળા એટલી ચોરી કરતા કે જો કેાઈએ ભોગજોગે એકાદ કપડું ધોવા આપ્યું તો તે પાછું આવશે કે નહિ તેને કેાઈને ભરૂંસો પડતો નહિ, અને તેથી બિચારા માંદા માણસો પોતાનાં કપડાં ધોવા આપતાં ઘણું જ ડરતા.

બૅરેક હેરપીટલમાં પણ ધોવાનું કામ એક માણસ કરતો હતો પણ