પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
પ્રકરણ ૧૪ મું.

આવકાર આપ્યો છે, તેમ જ મારી ગેરહાજરીમાં તમે જે દીલસોજી બતાવી છે તે હું સારી પેઠે સમજું છું. મારા વ્હાલા મિત્રો ! અંત:કરણની જે ઉંડી લાગણી હોય છે તેનું યથાસ્થિત વર્ણન કરવાને કોઈ પણ ભાષામાં શબ્દ હોતા નથી."

'એનાથી જેટલું બન્યું તેટલું કર્યું' આ લેખ મેં સ્ક્યુટેરાઈથી નીકળતી વખતે એક મારી નર્સની કબર ઉપર કેાતરાવ્યો હતો, એણે જે જે પ્રમાણે આચરણ કર્યું તે જ પ્રમાણે ઈશ્વર પ્રત્યે વર્તવાનો મેં સતત્ પ્રયત્ન કર્યો છે, એ જ મેં નીમ લીધો છે.

"દેશની સેવા બજાવવાંને માટે હું કાંઈ પણ બદલાની આશા રાખતી જ નથી. કારણ કે આપણું જીવિત જ સેવા કરવા માટે છે. પરંતુ તમારા જેવા લોકેા તરફથી જે સ્નેહ અને દીલસોજી મને મળી છે તે હું એક પ્રકારનું ઈનામ જ સમજું છું."

"હું તમારો બધાંનો-અરાઢસોએ મજુરોનો અંત:કરણથી પ્રેમપૂર્વક ઉપકાર માનું છું."

હું અત્યંત કામમાં ગુંથાઈ ગઈ છું તેથી જ મારાથી જલદી પ્રત્યુત્તર લખી શકાયો નહોતો, તે માટે સર્વની ક્ષમા માગું છું.

લી. તમારી સદાની શુભેચ્છક મિત્ર.
ફ્લૉરેન્સ નાઈટીંગેલ.

શેફીલ્ડ ગામના મજુરોએ એક છરી કાંટા, વગેરેની એક સુંદર પેટી મિસ નાઇટીંગેલને ભેટ આપી. દરેક છરી ઉપર બનાવનારના નામને બદલે "મિસ નાઇટીંગેલને ભેટ " એવા અક્ષર કોતરેલા હતા. પેટીની ઉપર પણ પ્રસંગને અનુકુળ એક સારો લેખ કોતરેલો હતેા.