પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

તેથી ઘણા નિરાશ થયા. પરંતુ ન્યુસપેપરેાનાં લખાણેાથી લેાકેા શાન્ત થયા, કેમકે તેથી લોકોએ જાણ્યું કે તેમને શાન્તિ જ પ્રિય છે અને બાહ્ય ભપકા કાંઈ પસંદ નથી.

લોકોમાં તો તેમનું નામ ઘેરેઘેર ગવાતું થયું. તેમની સ્તુતિ માટે અનેક ભાષણો થયાં. તે ઉપરાંત વેપારી લોકોએ તેમની છબી પાતાના માલની જાહેર ખબર તરીકે મૂકી. નાઇટીંગેલના નામનાં ગાયનો જેાડાયાં અને પુઠાંપર તેમની છબી સાથે પ્રસિદ્ધ થયાં. પંચાંગોમાં પણ તેમની છબી છપાઇ. યાચક વર્ગ પણ તેમનાં વખાણનાં ગીતો ગાઈને પુષ્કળ કમાણી કરવા લાગ્યા.

લંડનની મોટી હોસ્પીટલ જે સેંટ જયોર્જની હોસ્પીટલ કહેવાય છે ત્યાં એક મોટી સભા તેમનાં કાર્યની સ્તુતિ માટે મર્હુમ ડ્યુક ઑફ કેમ્બ્રીજના અધ્યક્ષપણા નીચે મેળવવામાં આવી અને તેમાં એવો ઠરાવ થયો કે મિસ નાઇટીંગેલને તેમના સ્વાર્થ ત્યાગ અને નિઃસ્વાર્થપણે કરેલા મહાન કાર્યના બદલા તરીકે તે હોસ્પીટલનાં ઑનરરી ગવર્નર નીમવાં (વગર પગારે કામ કરે તે.) ડ્યુક ઍાફ કેમ્બ્રીજે સ્ક્યુટેરાઈમાં તેમનું કામ નજરે જોયું હતું, તે સર્વનું વર્ણન કર્યું અને કહ્યું કે ઈંગ્લીશ, ફ્રેંચ, ટર્ક, અને રશીઅન સર્વ લોકો તેમના નામને માન આપે છે. જ્યારે લોકેાએ જાણ્યું કે તે લીહર્સ્ટમાં સ્થિર થઈને રહ્યાં છે ત્યારે ચારે તરફથી મુબારકબાદીના કાગળો મિસ નાઇટીંગેલ ઉપર આવવા લાગ્યા. મોટી મોટી સભાઓ તરફથી તેમને માનપત્ર આવવા લાગ્યાં.

ન્યુકાસલના મજુરો તરફથી એક માનપત્ર મળ્યું હતું તેનો જવાબ તેમણે નીચે પ્રમાણે વાળ્યો.

ઑગસ્ટ તા. ૨૩, ૧૮૫૬.

"મારા વ્હાલા મિત્રો-

તમારા તરફથી જ્યારે મને પત્ર મળ્યો ત્યારે મને કેટલો સંતોષ થયો, તેનું વર્ણન કરવાની મારામાં આવડ કે શક્તિ નથી, મને તમે જે