પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

• પણ જેનામાં ઈશ્વર પર અંતરની ભક્તિ હોય, તેને સહુ વશ થાય - રાજા, દુષ્ટ માણસ, સ્ત્રી ! પોતાની આંતરિક ભક્તિ હોય, તો સ્ત્રી પણ ધીરેધીરે ઈશ્વરના માર્ગમાં આવી શકે. પોતે સારો હોય તો ઈશ્વરની ઈચ્છાથી એ પણ સારી થઈ શકે છે.

• ઈશ્વરમાં શુદ્ધ ભક્તિ ન હોય, તો પછી કોઈ ગતિ નહિ. જો કોઈ ઈશ્વરપ્રાપ્તિ કરીને સંસારમાં રહે, તો એને કશો ભય નહિ. એકાંત જગામાં વચ્ચે વચ્ચે સાધના કરીને કોઈ જો શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરી શકે, તો પછી સંસારમાં રહે તો કશો ભય નથી.