પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેવાં નથી થતાં, તેમનાં ગંધાતાં કપડાં જ્યાં સુધી બદલાયાં નથી, અને જ્યાં સુધી ‘હું’નો ‘શું’ નથી થયો, ત્યાં સુધી તે જંપ વાળીને બેસવાની નથી.

આટલો કાબૂ મેળવ્યા પછી માતા બાળકને પહેલો પાઠ રામનામનો આપશે. તે રામને કોઈ રામ કહેશે, કોઈ રહેમાન કહેશે. જેનો જે ધર્મ હોય તે. વસ્તુ એક જ હોય. ધર્મ પછી અર્થ તો હશે જ, તેની માતા અંકગણિતનો આરંભ કરશે. બાળકોને પોતે જ્યાં રહેતાં હોય તે જગ્યાનું ભાન હોવું જ જોઈએ તેથી તે તેમની આસપાસનાં નદીનાળાં, ટેકરા, મકાનો બતાવશે, ને તેમ કરતાં દિશાનું ભાન તો કરાવી જ દેશે. અને બાળકોની ખાતર તે પોતાના વિષયનું જ્ઞાન વધારશે. આ કલ્પનામાં ઈતિહાસ અને ભૂગોળ નોખા વિષય કદી ન હોય. બંનેનું જ્ઞાન વાર્તા રૂપે જ અપાય. આટલેથી માતાને સંતોષ તો ન જ થાય. હિંદુ માતા બાળકોને સંસ્કૃતનો ધ્વનિ બચપણથી જ સંભળાવે તેથી તેમને ઈશ્વરસ્તુતિના શ્લોકો મોઢે કરાવે ને બાળકની જીભ શુદ્ધ ઉચ્ચારણને સારુ વાળે. રાષ્ટ્રપ્રેમી માતા હિંદીનું જ્ઞાન તો આપે જ. તેથી બાળકની સાથે તે હિંદીમાં વાત કરે, હિંદી પુસ્તકોમાંથી કંઈ વાંચી સંભળાવે ને બાળકોને દ્વિભાષી બનાવે. બાળકને તે અક્ષરનું જ્ઞાન હમણાં નહીં