પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



સ્વર અને વ્યંજન

વિચારોની આપલે કે પોતાની ઈચ્છિત વાત અન્યને જણાવવા માટે માનવ પ્રજાતિમાં સંભાષણ એક પ્રમુખ અંગ છે. વિશ્વની કોઈપણ ભાષા/બોલીને બોલવા કે શ્રાવ્ય સ્વરૂપ આપવા માટે જરુરી છે નાદ, અવાજ કે ધ્વનિ. માનવ પ્રજાતિ દ્વારા આ ધ્વનિ પ્રાયઃ ગળામાંથી નીકળે છે. આ ધ્વનિ હવાની મદદ વડે ઉત્પન્ન કરાય છે. શ્વાસોચ્છ્વાસ દ્વારા ઉત્સર્જિત હવાનો ઉપયોગ કરી સ્વર પેટી વડે ધ્વનિ ઉત્પન્ન કરાતો હોય છે.

ઉચ્છ્વાસીત હવા વડે બહાર નીકળતી હવા કોઈપણ જગ્યાએ અટક્યા વગર નીકળે અને જે ધ્વનિ નીકળે તે ધ્વનિઓને ‘સ્વર’ કહેવાય છે. અ,આ,ઈ વગેરે બોલતી વખતે નીકળતી હવાને ક્યાંય પણ અટકાવ્યા વગર નીકળે છે આ બધાં સ્વર છે.

એ જ રીતે બહાર નીકળતી હવા જો ક્યાંય પણ અટકીને કે ઘસાઈને નીકળે અને એને કારણે જે ધ્વનિઓ પ્રગટે તેને વ્યંજનો કહેવાય છે. અથવા તો એવો ધ્વનિ કે જેને લંબાવતાં તેનો અંત સ્વર થઈ ને આવે તે સ્વર છે. ક્ થી ળ્ સુધી અક્ષરો એ ગુજરાતી ભાષાના ૩૪ વ્યંજનો છે.

ગુજરાતીમાં કુલ ૪૨ બેતાલીસ મૂળ અક્ષરો છે. એમાં આઠ સ્વરો અને બાકીના ૩૪ વ્યંજનો છે.

સ્વર

કુલ સ્વર 13 છે,માન્ય સ્વર 11 છે અને પ્રબોધ પંડિત ના મતે સ્વર 8 છે, સ્વર એ સ્વતંત્ર ધ્વનિ છે અને તેના ઉચ્ચાર માટે એ કોઈના પર આધારિત નથી. તેને સ્વતંત્ર રીતે બોલી શકાય છે. ગુજરાતી ભાષામાં ‘અ’, ‘આ’, ‘ઇ’, ‘ઈ’, ‘ઉ’, ‘ઊ’, 'એ' અને ‘ઓ’ એમ ૮ સ્વર છે.

‘ઐ’ અને ‘ઔ’ એ બંને સ્વરો અ + ઇ અને અ + ઉ મળીને બનતા હોઈ એમને પણ સ્વતંત્ર સ્વર ગણાતા નથી.