પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્વરના ઉચ્ચાર વખતે હવા ક્યાંય પણ રોકાતી નથી,કે પછડાતી નથી તેને લીધે જ સંગીતમાં જ્યારે આલાપ લેવાના આવે ત્યારે સ્વરનો જ આશરો લેવાય છે કારણ કે એને ઉચ્ચારવામાં હવાને ક્યાંય કરતાં ક્યાંય અટકાવ થતો જ નથી.

ઉચ્ચાર સ્થાન પ્રમાણે સ્વરોને આ પ્રમાણે વર્ગીકૃત કરાય છે.

ઉચ્ચાર સ્થાન! સ્વર
કંઠ્ય અ તથા આ
તાલવ્ય
મૂર્ધન્ય(દાંત -તાળવા વચ્ચે)
ઔષ્ઠ્ય
કંઠ્ય + તાલુ એ અને ઐ
કંઠ્ય + ઔષ્ઠ્ય ઓ અને ઔ

વ્યંજન

તેનાથી વિપરીત વ્યંજનો એટલે કે ‘ક્’ થી લઈને ‘ળ્’ સુધીના બધા જ વ્યંજન સ્વતંત્ર રીતે બોલી શકાતા નથી. વ્યંજનને પૂર્ણ રીતે ઉચ્ચારવા માટે સ્વરનો આશરો લેવો પડે છે. આપણે જ્યારે ક બોલીએ છીએ ત્યારે ક્ + અ મળીને ક થાય છે. ‘કામ’ એવો શબ્દ બોલવા માટે ક્ + આ તથા મ્ + અ એમ ઉચ્ચાર કરાય છે. એટલેકે ક્ + અ = ક થાય છે. વ્યંજન એકલા કદી ઉચ્ચારી શકાતાં નથી! અ ને ભેળવ્યા વિના માત્ર ‘ક્’ બોલી જુઓ! જીભ કંઠ પાસે જ અટકી જશે!