પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપણે જેને કક્કો, વર્ણ કે વ્યંજન કહીએ છીએ તે ક થી જ્ઞ સુધીના અક્ષરોમાં ક્ષ અને જ્ઞ બંને હકીકતે ક્ + ષ્ +અ =ક્ ષ અને જ્ + ઞ્ + અ= જ્‍ઞ હોય છે અને તેમને સ્વતંત્ર વ્યંજનો ગણવામાં આવતાં નથી.

વ્યંજન વર્ગીકરણ

ગુજરાતે ભાષામાં ૩૪ વ્યંજનો છે. વ્યંજન ઉચ્ચારણ વખતે શ્વાસોચ્છ્વાસ દરમ્યાનની હવા જ્યાં પણ અટકી અથવા ઘસાઈને અથડાઇને બહાર આવે છે તે સ્થાનના નામ પરથી વ્યંજનોને વર્ગીકૃત કરાયા છે. દા.ત. તાલવ્ય વ્યંજનો અને ઔષ્ઠ્ય વ્યંજનો અનુક્રમે તાળવા અને હોઠ પાસે હવા અટકવાને કારણે એ નામથી ઓળખાય છે. આમ આવ્યંજનોને નીચે પ્રમાણે વર્ગીકૃત કરાય છે અને તેમના વર્ગ પડાયાં છે.


વર્ગ! નામ ઉચ્ચાર સ્થાન વ્યંજનો
ક-વર્ગ કંઠ્ય કે કંઠ-સ્થાની ગળું ક ખ ગ ઘ ઙ કંઠના સ્થાને જીભ અટકે
ચ-વર્ગ તાલવ્ય કે તાલુ-સ્થાની તાળવું ચ છ જ ઝ ઞ તાળવા પાસે જીભ અટકે
ટ-વર્ગ મૂર્ધન્ય કે મૂર્ધા-સ્થાની તાળવાની નીચે અને દાંતની ઉપરનો ભાગ ટ ઠ ડ ઢ ણ મૂર્ધા સ્થાને જીભ અટકે
ત-વર્ગ દંત્ય કે દંત-સ્થાની દાંત ત થ દ ધ ન દાંતના સ્થાને જીભ અટકે
પ-વર્ગ ઔષ્ઠ્ય કે ઓષ્ઠ-સ્થાની હોઠ પ ફ બ ભ મ હોઠના સ્થાને હવા અટકે
અર્ધસ્વર - - ય ર લ વ
ઊષ્માસ્વર - - શ ષ સ
મહાપ્રાણ - - હ ળ