પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમના ગીતાભાષ્યને ત્ય્હારે એમના સુદર્શન જેટલું સનાતનવાદી લોકવૃન્દ સન્માનતું. ગઝલો ગાવાની કાવ્યપ્રેરણા કલાપીને મણિલાલ કનેથી મળી હતી. મણિલાલે ઝનોનીનું ' ગુલાબસિંહ ' દીધું, તેમ કલાપીએ The Wreath & the Ring નું ' માલા ને મુદ્રિકા કીધું છે. મણીલાલનો બહુશ્રુતભાવ કલાપીને વન્દનીય હતો. શાંકરવેદાન્તહાકલ કલાપીએ સાંભળી હતી. ગોવર્ધનરામની ચિરંજીવ સત્ત્વશાલિતા કલાપીથી ન્હોતી ઝીલાઈ. મણિલાલની સર્વતોમુખતા કલાપીને મુગ્ધ કરતી. મણિલાલને કલાપીએ નિજ સાહિત્યગુરુપદે સ્થાપ્યા હતા. કલાપીએ મણિલાલનાં કવન ઝીલ્યાં હતાં, જીવન ઝીલ્યાં ન્હોતાં.

કલાપીનાં સાહિત્યદરબારની સૂરજમાળામાં બીજા તેજસ્વી ગ્રહ હતા કાન્ત-શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ. ચાવંડમાં એમનું વતન, ને ચાવંડનું રેલ્વે સ્ટેશન છે લાઠી. ભવ્યમૂર્તિ, ચક્રાવઓ ખાતાં કીકીમંડળ, પ્રતાપી દેહમુદ્રા, કલાપીથી યે ઉંચેરા અને મહાકાય: કાન્ત કનેથી કલાપીને ખંડકાવ્યોની પ્રેરણા મળી, સુસ્વસ્તિ ધબ્દમાધુરી મળી, મોતીના દાણા જેવી અક્ષરાવલિ અને મહીંની સુકુમારતા મળી. કાન્તના વસન્તવિજય ને ચક્રવાકમિથુન તો આજ અર્ધી સદ્દી પછી યે ગુજરાતે અજોડ છે, પણ એ અજોડના જ જોડીભાવની છાયા હોય તો છે હૃદયત્રિપુટિ ને મહાત્મા મૂળદાસમાં, ભરત અને ગ્રામ્યમાતામાં. કાન્તની વાંચનશિલી યે સુમધુર હતી, શૈલી ને વર્ડ્ઝવર્થ ને સ્વીડનબર્ગમાંથી કલાપીને કાન્ત વાંચી સંભળાવતા. ત્‍હેનો મીઠડો મધુરવો કંઠરણકો કલાપીહૈયે જઈ ચિરંજીવ વાસો કરતો. કેકારવમાંનાં કુમાસ્ધ ને મધુરપ કાન્તઝીલેલાં કેટલાં હશે એનો તાગ આજ કોણ ક્હાડી આપે ? કલાપીને ગુજરાત ઓળખતું થયું કેકારવથી; અને કેકારવના સંગ્રહકાર હતા કાન્ત. ઠામઠામ વેરાયેલી કલાપીની કાવ્યપાંખડીઓને કાન્તે વીણી, સંગ્રહી, ગૂંથી, ને છપાવી, અને એમ મિત્રધર્મ પાળ્યો. મણિશંકરનો સાહિત્યસિક્કો વાગ્યો, ને આ સદીના આદિમાં કેકારવ લોકઝીલાતો ને દેશપ્રસિદ્ધ થયો. સાહિત્યદેશે કલાપીનું પ્રથમ કીર્તિમન્દિર ચણેલું મણિશંકરે.

કલાપી સાહિત્યદરબારમાં ત્રીજીજ્યોત હતી મસ્ત કવિની; જાણે યાળ ઉછાળતો સિંહનો બાળકો: શિલા સમો બાંધી દડીનો દેહસ્તંભ, કેસરી સમો અલમસ્ત અને મલપતો. પીચ્છછટા જેવા એના હાથ ઉછળે, વનરાજના હુંકાર સમી એની કાવ્યઘોષણા ગાજે, મસ્ત કવિ હતા વેદાન્તી. ને વેદાન્તી ભજનોના ભંડાર રમા ને કવિસ્‍હામસ્‍હાંમાં ભજનોનાં બ્રહ્માસ્ત્ર નાખતાં ત્ય્હારે કલાપીમહેલાતમાં બ્રહ્મઝદીઓ વરસતી. માથેરાનશિખરનાં