પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉચ્ચાર સ્થાન અધોષ ! ઘોષ
કંઠ્ય -
તાલવ્ય શ્ ય્
મૂર્ધન્ય ષ્ ર્
દન્ત્ય સ્ લ્
દન્ત્ય+ ઔષ્ઠ્ય - વ્

• ય્ , ર્ , લ્ , વ્ એ વ્યંજનોના ઉચ્ચારણ સમયે જીભનું ટેરવું ઉચ્ચાર સ્થાનને પૂર્ણ રીતે સ્પર્શતું નથી માટે તેમને “અર્ધ સ્વર” કહેવાય છે. આ અર્ધસ્વરો સ્વર અને વ્યંજનની વચ્ચેની સ્થિતિ ધરાવે છે આથી તેમને “અંતઃસ્થ” પણ કહેવાય છે.

• શ્ ષ્ સ્ હ્ વ્યંજનોમાં શ્વાસ ખેંચાતો હોય તેવો ભાસ થાય છે કે તેમના ઉચ્ચારણમાં એક પ્રકારની ઉષ્મા કે વાયુની પ્રધાનતા વરતાય છે આથી તેમને “ઊષ્માક્ષરો” કે “ઊષ્મ” પણ કહેવાય

બારખડી

આપણે જેને બારાખડી બાર અક્ષરી કહીએ છીએ તે ક, કા, કિ, કી, કુ, કૂ, કે, કૈ, કો, કૌ, કં, ક: આ બારાખડી દરેક વ્યંજન અને બે જોડાક્ષરોમાં બાર સ્વર ભેળવીને બનાવાય છે.