પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

• બીજી હરોળના અક્ષરો વાંચતા તેમના અનુસ્વારનો ઉચ્ચાર અલ્પ અનુનાસિક અછડતો જેવો કે નાકમાંથી બોલાતો હોય તેવો થાય છે. આવા અનુનાસિકોને “કોમળ અનુસ્વાર” કહે છે.

વ્યંજનો ય થી ળ

ક થી મ સુધીના અક્ષરોમાં સ્વરયંત્રને કંપીત કરતી ઉચ્છ્વાસની હવા ગળાથી લઈને હોઠ સુધીના વિવિધ ભાગમાં જીભ-હોઠ દ્વારા રોકાઈને કે ઘસડાઈને અનેક વ્યંજન ધ્વનિને/અક્ષરોને ઉત્પન્ન કરે છે. પરંતુ મ પછીના ય થી લઈને ળ સુધીના બધા જ અક્ષરોનો ધ્વનિ હવા ક્યાંય પણ ‘અટક્યા વિના’ ઉચ્ચારાય છે. ય, ર, લ, વ, શ, ષ, સ, હ અને ળ બોલતી વખતે હવા સંપૂર્ણ રીતે અટકતી નથી. આ બધા અક્ષરો વ્યંજનો જ હોવા છતાં સ્વરની માફક કોઈને કોઈ જગ્યાએ થી હવાને પસાર થવા દઈને ધ્વનિ આપે છે.

આ વ્યંજનોના ઉચ્ચારણમાં કેટલાક વ્યંજનો વખતે જીભનો આકાર બદલાય છે; આમાં ક્યારેક જીભની બન્ને બાજુએથી તો ક્યારેક જીભની ઉપરના ભાગેથી હવા નીકળતી જ રહે છે. આને કારણે ય થી લઈને ળ સુધીના અક્ષરોને અલ્પપ્રાણ-મહાપ્રાણ કે ઘોષ-અઘોષ એમ વર્ગીકૃત કરી શકાતા નથી

આ વ્યંજનોની રચનામાં એક બીજો પણ તફાવત છે, ક થી મ સુધીના વ્યંજનો એકલા ઉચ્ચારી શકાતા નથી. એમાં સ્વરને ઉમેરવામાં ન આવે ત્યાં સુધી એ સામા માણસને સંભળાતા જ નથી. જ્યારે ય થી ળ સુધીના અક્ષરોમાં સ્વર આપોઆપ ભળી જાય છે ને અક્ષરનો ઉચ્ચાર અટકતો નથી.

આ જ કારણસર આ વ્યંજનોને તેઓ વ્યંજનો હોવા છતાં સ્પર્શ વ્યંજનો, અનુનાસિક-સ્પર્શ વ્યંજનો, સંઘર્ષી સ્પર્શવ્યંજનો, પાર્શ્વિક સ્પર્શ વ્યંજનો, પ્રકંપી વ્યંજનો, થડકારવાળા વ્યંજનો કે અર્ધસ્વર-વ્યંજનો તરીકે ઓળખવામાં આવે છે.

ય થી ળ સુધીના અક્ષરોને અમુક વિદ્વાનો દ્વારા અઘોષ અને ઘોષમાં નીચે પ્રમાણે વર્ગીકૃત કરાય છે.