પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરશે;

મૂર્ધન્ય હરોળના અનુસ્વાર ણ ફક્ત ટ-ઠ-ડ-ઢની આગળ મૂકેલા અક્ષર પર જ કામ કરશે;

દંત્ય હરોળનો અનુસ્વાર ન ફક્ત ત-થ-દ-ધની આગળ મૂકેલા અક્ષર પર જ કામ કરશે, જ્યારે

ઔષ્ઠ્ય હરોળનો અનુસ્વાર મ ફક્ત પ-ફ-બ-ભની આગળ મૂકેલા અક્ષર પર જ કામ કરશે!

જોકે કાળક્રમે પ્રથમ ત્રણેય અનુનાસિકો લખવાનું છોડાયું છે. ઙ, ઞ તથા ણ ને છોડી આપણે અનુસ્વારને માત્ર ન અને મ ઉચ્ચારીયે છીયે. આ બધા જ અનુનાસિકો સંસ્કૃતમાંથી લેવામાં આવ્યા છે. ગુજરાતી લખવામાં જ્યારે એનો ઉપયોગ થયો ત્યારે પ્રથમ ત્રણે હરોળના અનુસ્વાર ઙ, ઞ અને ણ્ લેવાનું ધીમે ધીમે છોડી દેવાયું હતું અને કેવળ ન્ અને મ્ એવા બે અનુનાસિકો જ જળવાયા હતા. ધીમે ધીમે બાળકો બોલાતા ઉચ્ચારના ભેદ સમજી ન શકે અને ભૂલો ન કરે તેથી હોય કે ગમે તે કારણે પણ પાંચેય વર્ગના અનુનાસિકોને અક્ષરની માથે મીંડું કરીને જ લખાતા થયા.

તીવ્ર અને કોમળ અનુસ્વારો

તીવ્ર અને કોમળ અનુસ્વારોની સમજણ ઉદાહરણ પરથી પડી શકશે. નીચેની બે હરોળના અનુસ્વારિત શબ્દો વાંચો

(૧) કંપ, સંપ, ચંપો, પરંપરા, સંપદા

(૨) કાંપ, ચાંપ, વાંસ, આંગળી, સાંકડી

• પહેલી હરોળના અક્ષરો વાંચતામાં તેમાં મ્ ન્ જેવા અનુનાસિકો જેવો ભર્યો ભર્યો થાય છે. આવા અનુસ્વારોને “તીવ્ર અનુસ્વારો” કહે છે.