પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દરેક વર્ગનો બીજો અને ચોથો વ્યંજન મહાપ્રાણ હોય છે. ખ, ઘ, છ, ઝ, ઠ, ઢ, થ, ધ, ફ, ભ, શ, ષ, સ, હ એ ચૌદ “મહાપ્રાણ” વ્યંજનો છે.

અનુસ્વાર - અનુનાસિક

ઙ, ઞ, ણ, ન અને મ એ પાંચ અનુનાસિકો છે. આ પાંચેય અનુનાસિકો બોલાય ત્યારે નાકમાંથી પણ ઉચ્છ્વાસની હવા નીકળતી હોય છે માટે તેમને અનુનાસિકો કહે છે. ઉપરના કોઠામાં પાંચમાં સ્તંભના અક્ષરોને અનુસ્વારો - અનુનાસીકો કહે છે. આ સ્તંભના પાંચેય અક્ષરોના જૂથની મહત્વની શરત એ છે કે તેમનો ઉચ્ચાર નાક ખુલ્લું હોય તો જ થઈ શકે! એટલે કે અનુનાસિક સાથેના ઉચ્ચાર વખતે નાક ખુલ્લું હોવું જોઈએ. અનુસ્વાર સાથેનો કોઈપણ ધ્વનિ નાક બંધ રાખીને સ્પષ્ટ રીતે બોલી શકાતો નથી.

અનુસ્વારના વ્યંજન સાથે અનુસ્વારના ઉચ્ચારણ કરવા તેને માથે આપણે મીંડું મૂકીએ છીએ. આ મીંડાનો ઉચ્ચર ઙ ઞ ન્ મ્ ણ્ જેવો હોય છે. માથે મીંડાનો કે અનુસ્વારનો ઉચ્ચર કેવો હશે તેનો આધાર તે અનુસ્વારિત અક્ષરના પાછળ આવતાં અક્ષર પર આધાર રાખે છે.

દા.ત. (૧) જંગલ નો વિસ્તાર જ +ઙ + ગ + લ થાય છે. અહીં જં ની પાછળ ગ અક્ષર આવે છે. ગ એ પ્રથમ હરોળનો શબ્દ છે પ્રથમ હરોળનો અનુનાસિક ઙ હોવાથી તે જ + ઙ + ગ + લ એમ વંચાશે. જંગલને જમ્ગલ વાંચી શકાતું નથી.

(૨) કંપન નો વિસ્તાર ક + મ્ + પ + ન થાય છે. અહીં કં ની પાછળ પ અક્ષર આવે છે. પ એ પાંચમી હરોળનો શબ્દ છે પાંચમી હરોળનો અનુનાસિક મ્ હોવાથી તે ક + મ્ + પ + ન એમ વંચાશે. કમ્પનને કન્પન એમ વાંચી શકાતું નથી.

આમ એ વાત યાદ રાખવી કે કોઈ પણ અનુસ્વારનો ઉચ્ચાર, તે જે અક્ષરની ઉપર લગાડેલો હોય તેના પર નહીં તેની પાછળ આવતાં અક્ષર પર આધાર રાખે છે.

આમ, કંઠ્ય હરોળનો અનુસ્વાર ઙ ફક્ત ક-ખ-ગ-ઘની આગળ મૂકેલા અક્ષર પર જ કામ કરશે; તાલવ્ય હરોળનો અનુસ્વાર ઞ્ ફક્ત ચ-છ-જ-ઝની આગળ મૂકેલા અક્ષર પર જ કામ