પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



સત્યવ્રત (એક લોકકથા)


એક વખત એક જૈન સાધુ વહોરવા (ભિક્ષાન્ન લેવા) નીકળ્યા હતા. એમને એક માણસે વિનંતી કરી કે, ‘મહારાજ, મારે ત્યાં વહોરવા પધારો.’

સાધુ કહે, ‘ના, હું નહીં આવું.’

‘કેમ મહારાજ ?’

‘કેમ કે તેં કોઈ વ્રત લીધું નથી.’

‘તો હું વ્રત લઉં. મને કોઈ વ્રત આપો. પછી તો આપ પધારશો ને ?’

‘બોલ, શાનું વ્રત લઈશ ? દારૂ ન પીવાનું વ્રત લઈશ ?’

‘ના મહારાજ, એ તે કેમ બને ? બીજું કોઈ વ્રત આપો.’

‘તો આજથી જુગાર ન રમવાનું વ્રત લે.’

‘મહારાજ, જુગાર રમ્યા વગર કેમ ચાલે ?’

‘તો ચોરી નહીં કરું એવું વ્રત લે.’

‘ખરા છો તમેય, મહારાજ. પછી હું ખાઉં શું ?’

‘તો સાચું બોલવું એટલું વ્રત લે.’ પેલા માણસને થયું કે આ એક વ્રત એવું છે કે એમાં કોઈ વસ્તુ જતી કરવી પડે એમ નથી. તરત જ એ બોલ્યો : ‘મહારાજ, ભલે એ વ્રત આજથી હું લઉં છું.’ વ્રત લીધું ને બીજે દિવસે ભાઈને દારૂ પીવા જવાની ઈચ્છા થઈ; પણ વ્રત યાદ આવ્યું. દારૂ પીધા પછી કેફમાં જૂઠું બોલાઈ ગયું તો ? તો તો સાચું બોલવાનું વ્રત લીધું છે એ તૂટે. જુગારની ઈચ્છા થઈ, વ્યભિચારનો વિચાર આવ્યો. પણ મનને થયું કે એ બધામાં સાચું બોલીને આગળ ચાલવું મુશ્કેલ છે. પણ ચોરી કરવા ગયા વગર તો છૂટકો જ ન હતો.