પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાળક ભાવિ પ્રજા છે; ભાવિ પ્રજાનું બીજ બાળકમાં છે. જેવું બાળક તેવી ભાવિ પ્રજા.

કહો જોઈએ, હવે આવા બાળક માટે આપણે શું કરવું જોઈએ ?

બાળક ભાવિ કુળનો દીપક છે.

બાળક ભાવિ પેઢીનો પ્રકાશ છે.

બાળક ભાવિ પ્રજાનો પયગંબર છે.

આવા બાળક માટે આપણે શું કરીએ ?

બાળક તો પ્રભુજીએ આપણને જીવન પ્રત્યે પ્રકાશ પાડવા આપેલ છે.

બાળક તો આપણને નવું જીવન જીવવા આપેલાં છે.

બાળક તો પ્રભુજીએ આપણને નવું ચેતન જગાડવા આપેલાં છે.

બાળક તો આપણને પ્રભુજીએ કલ્યાણને પગથિયે ચડવા આપેલાં છે.

પ્રભુજીએ પોતે આપેલાં બાળકો ખાતર આપણે શું શું કરવું ઘટે ?

બાળકનાં સાચાં માબાપ થવા માટે આપણે યોગ્ય થવું જોઈએ.

બાળકોનું સુખ શામાં છે તે આપણે વિચારીએ. આપણે આટલું તો જરૂર સમજીએ: