પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



બૌધ ધર્મ(સ્વામી વિવેકાનંદ)

સ્વામી વિવેકાનંદ)

હું બૌદ્ધ ધર્માવલંબી નથી, જેવું કે આપ લોકોએ સાંભળ્યું છે, પરંતુ છતાં પણ હું બૌદ્ધ છું. જો ચીન, જાપાન અથવા સીલોન એ મહાન તથાગતનાં ઉપદેશોનું અનુસરણ કરે છે, તો ભારતવર્ષ તેમને પૃથ્વી ઉપર ઈશ્વરનો અવતાર માની તેમની પૂજા કરે છે. આપે હમણાંજ સાંભળ્યું કે હું બૌદ્ધ ધર્મેની આલોચના કરનાર છું, પરંતુ તેનાથી આપને કેવળ એટલુંજ સમજવું જોઇએ કે જેને હું આ પૃથ્વી ઉપર ઈશ્વરનો અવતાર માનું છું, તેમની આલોચના ! મારા માટે આ સંભવ નથી. પરંતુ બુદ્ધ નાં વિષય માં આપણી ધારણા એ છે કે તેમના શિષ્યો તેમનો ઉપદેશ બરાબર સમજ્યા નથી. હિંદુ ધર્મ (હિંદુ ધર્મ એટલે મારો મતલબ વૈદિક ધર્મ છે ) અને જે આજ્કાલ બૌદ્ધ ધર્મ કહેવાય છે, તેમાં પરસ્પર એવો સંબંધ છે, જેવો યહૂદી તથા ઈસાઈ ધર્મોંમાં. ઈસા મસીહ યહૂદી હતા અને શાક્ય મુનિ હિંદુ. યહૂદિઓએ ઈસાને કેવળ અસ્વીકાર જ નથી કર્યા, તેમને સૂળી પર પણ ચઢાવ્યા, હિંદુઓએ શાક્ય મુનિને ઈશ્વર નાં રૂપ માં સ્વિકાર્યા છે અને તેમની પૂજા કરે છે. પરંતુ પ્રચલિત બૌદ્ધ ધર્મમાં અને બુદ્ધદેવનાં ઉપદેશોમાં જે વાસ્તવિક ભેદ અમે હિંદુ લોકો બતાવવા માગીએ છીએ, તે મુખ્યતઃ એ છે કે શાક્ય મુનિ કોઈ નવો ઉપદેશ આપવા માટે અવતરીત નહોતા થયા. તે પણ ઈસા ની માફક ધર્મની સમ્પૂર્તિ માટે આવ્યા હતા, તેમનો વિનાશ કરવા નહિ. ફરક એટલો છે કે જ્યાં ઈસાને પ્રાચીન યહૂદી ન સમજી શક્યા. જેવી રીતે યહૂદી પ્રાચીન વ્યવસ્થાનની નિષ્પત્તિ ન સમજી શક્યા, તેજ રીતે બૌદ્ધ પણ હિંદુ ધર્મનાં સત્યોની નિષ્પત્તિને ન સમજી શક્યા. હું આ વાત ફરીથી કહેવા ઇચ્છું છું કે શાક્ય મુનિ ધ્વંસ કરવા નહોતા આવ્યા, પરંતુ તે હિંદુ