પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધર્મ ની નિષ્પત્તિ હતા, તેમની તાર્કિક પરિણતિ અને તેમનાં યુક્તિસંગત વિકાસ હતા.

હિંદુ ધર્મનાં બે ભાગ છે -- કર્મકાંડ અને જ્ઞાનકાંડ. જ્ઞાનકાંડ નું વિશેષ અધ્યયન સંન્યાસી લોકો કરે છે.

જ્ઞાનકાંડમાં જાતિ ભેદ નથી. ભારતવર્ષમાં ઉચ્ચ અથવા નીચ જાતિ નાં લોકો સંન્યાસી થઇ શકે છે, અને ત્યારે બન્ને જાતિઓ સમાન થઇ જાય છે. ધર્મમાં જાતિ ભેદ નથી; જાતિ તો એક સામાજિક સંસ્થા માત્ર છે. શાક્ય મુનિ સ્વયં સંન્યાસી હતા, અને એ તેમનીજ ગરિમા છે કે તેમનું હૃદય એટલું વિશાળ હતું કે તેમણે અપ્રાપ્ય વેદો્માંથી સત્યને બહાર લાવી તેમને સમસ્ત સંસાર માં પ્રસારીત કરી દીધું. આ જગતમાં સૌ પ્રથમ એક તે જ થયા, જેમણે ધર્મપ્રચાર ની પ્રથા ચલાવી -- એટલુંજ નહીં , પરંતુ મનુષ્યને અન્ય ધર્મમાંથી પોતાના ધર્મમાં દીક્ષીત કરવાનો વિચાર પણ સૌપ્રથમ તેમનાં મનમાં ઉદભવ્યો.

સર્વજીવો પ્રતિ , અને વિશેષકર અજ્ઞાની તથા દીનજનો પ્રતિ અદ્ભુત સહાનુભૂતિ માં જ તથાગતનું મહાન ગૌરવ સન્નિહિત છે. તેમનાં કેટલાક શિષ્યો બ્રાહ્મણ હતા. બુદ્ધના ધર્મોપદેશ સમયે સંસ્કૃત ભારતની લોકભાષા રહી ન હતી. તે એ સમયે કેવળ પંડિતોનાં ગ્રન્થોનીજ ભાષા હતી. બુદ્ધદેવનાં કેટલાક બ્રાહ્મણ શિષ્યોએ તેમનાં ઉપદેશોનો અનુવાદ સંસ્કૃત ભાષામાં કરવા ઇચ્છયું હતું, પરંતુ બુદ્ધદેવ તેમને સદાય એમજ કહેતા -- ' હું દરિદ્ર અને સાધારણ લોકોને માટે આવ્યો છું,માટે લોકોની ભાષાજ મને બોલવા દો.' અને આ કારણે તેમનો મોટાભાગનો ઉપદેશ હજુ સુધી ભારતની તત્કાલીન લોકભાષામાં જ પ્રાપ્ય છે.

દર્શનશાસ્ત્રનું સ્થાન ચાહે જે પણ હોય, તત્ત્વજ્ઞાનનું સ્થાન ચાહે જે પણ હોય, પરંતુ જ્યાં સુધી આ લોકમાં મૃત્યુ માન ની વસ્તુ છે, ત્યાં સુધી માનવહૃદય માં દુર્બળતા જેવી વસ્તુ છે, જ્યાં સુધી મનુષ્યનાં અન્તઃકરણ માંથી તેમની દુર્બળતાજનિત કરૂણ આક્રંદ બહાર નિકળે છે, ત્યાં સુધી આ સંસારમાં ઈશ્વરમાં