પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિશ્વાસ કાયમ રહેશે. જ્યાં સુધી દર્શનની વાત છે, તથાગત નાં શિષ્યોએ વેદોની સનાતન ચટ્ટાનો ઉપર બહુ હાથ-પગ પછાડ્યા, પરંતુ તે તેને તોડી શક્યા નહીં અને બીજી તરફ તેમણે જનતા ની વચ્ચેથી એ સનાતન પરમેશ્વરને ઉપાડી લીધા, જેમાં દરેક નર-નારી એટલા ભાવપૂર્વક આશ્રય લે છે. ફળસ્વરૂપ બૌદ્ધ ધર્મ ભારતવર્ષમાં સ્વાભાવિક જ મૃતઃપ્રાય દશાને પ્રાપ્ત થયો અને આજ આ ધર્મની જન્મભૂમિ ભારતમાં પોતાને બૌદ્ધ કહેડાવનાર એક પણ સ્ત્રી કે પુરુષ નથી.

પરંતુ આની સાથેજ બ્રાહ્મણ ધર્મે પણ થોડું ખોયું -- સમાજસુધાર નો તે ઉત્સાહ, પ્રાણિમાત્ર પ્રતિ તે આશ્ચર્યજનક સહાનુભૂતિ અને કરૂણા , તથા તે અદ્ભુત રસાયણ, જે બૌદ્ધ ધર્મે એક એક જણને આપેલ હતું અને જેમનાં ફળસ્વરૂપ ભારતીય સમાજ એટલો મહાન થઇ ગયો કે તત્કાલીન ભારત વિષે લખવાવાળા એક યૂનાની ઇતિહાસકારે એમ લખવું પડ્યું કે એક પણ એવો હિંદુ નથી દેખાતો, જે મિથ્યાભાષણ કરતો હોય; એક પણ એવી હિંદુ નારી નથી, જે પતિવ્રતા ન હોય. હિંદુ ધર્મ બૌદ્ધ ધર્મના ન રહી શકે અને ન બૌદ્ધ ધર્મ હિંદુ ધર્મ વિના. ત્યારે એ જુઓ કે આપણાં પારસ્પરિક મતભેદોએ સ્પષ્ટ રૂપે જાહેર કરી દીધું છે કે બૌદ્ધ, બ્રાહ્મણો નાં દર્શન અને મસ્તિષ્ક વિના ટકી શકે નહીં, અને ન બ્રાહ્મણ બૌદ્ધો નાં વિશાળ હૃદય વગર. બૌદ્ધ અને બ્રાહ્મણ વચ્ચેનો આ મતભેદજ ભારતવર્ષના પતનનું કારણ છે. આજ કારણ છે કે આજે ભારતમાં ત્રીસ કરોડ ભિખારીઓ નિવાસ કરે છે, અને તે એક હજાર વર્ષથી વિજેતાઓનાં ગુલામ બનેલા છે. માટે આવો, આપણે બ્રાહ્મણોની આ અપૂર્વ મેધાની શાથે તથાગતનાં હૃદય, મહાનુભાવતા અને અદ્ભુત લોકહિતકારી શક્તિને મેળવી દઇએ.

વિશ્વ ધર્મસભા શિકાગો-૨૬ સપ્ટે.૧૮૯૩

સ્વામી વિવેકાનંદ