પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપણું તાત્કાલીક અને પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ બધા આંતરીક મતભેદો અને હિંસા રોકવી. જે આપણને સમગ્ર વિશ્વમાં કદરૂપા અને નીચા દેખાડી શકે છે. અને આપણી સ્વતંત્રતાના કારણને હાની પહોંચાડી શકે છે. આ બધી તકલીફો મોટી નાણાંકીય તકલીફો અને એ લોકોના રૂપે આપણી તરફ આવે ચે જે તાત્કાલીક આપણું ધ્યાન માંગે છે.

આપણું વિશ્વયુધ્ધમાં હોવું અને તે પછીનાં અનેક પ્રસંગોએ આપણને અનેક તકલીફોનો સમૂહ ભેટમાં આપ્યો છે. અને આજે આપણા લોકો ખોરાકના અને કપડાંના અને બીજી જીવનજરૂરી ચીજવસ્તુ ના અભાવે જીવે છે અને આપણે મોંઘવારી અને વધતા જતાં ભાવના વિષચક્રમાં ફસાતા જઈએ છીએ. આપણે આ બધી તકલીફો તરતજ ઉકેલી શકવાનાં નથી. પણ આપણે તેમના ઉકેલમાં મોડું પણ કરી શકીએ એમ નથી. તેથી આપણે ચતુરાઈપૂર્વક આયોજન કરવું પડશે કે જેથી લોકો પર તેનો બોજો ઓછો પડે અને તેમનુ જીવનધોરણ ઉંચુ આવે. આપણે કોઈનું ખરાબ ઈચ્છતાં નથી પણ એ બધાંયને એકદમ સ્પષ્ટપણે સમજાઈ જવું જોઈએ કે આપણા લાંબા સમયથી તકલીફમાં જીવતા લોકોની તકલીફો પહેલા આવે છે, અને તેમની તકલીફોનું સમાધાન થવું જ જોઈએ. આપણે જૂની જમીન પધ્ધતિઓ બદલવી પડશે, અને આપણે ઔદ્યોગિકરણ મોટા પરંતુ સંતુલિત ધોરણે શરૂ કરવું પડશે, જેથી દેશની સંપત્તિમાં વધારો થાય અને આ રીતે આપણી રાષ્ટ્રીય સંપત્તિ સમાન ધોરણે વહેંચી શકાય.

ઉત્પાદન આજે આપણી સૌથી વધુ અગ્ર જરૂરત છે, અને દરેક કાર્ય જે તેને અટકાવવા કે ઓછું કરવા થશે તે દેશ વિરુધ્ધનું કાર્ય હશે, અને ખાસ કરીને મજૂરી કરતા આપણા લોકોના માટે તે ખૂબ નુકસાનકારક હશે. પણ ઉત્પાદન એકલું પૂરતું નથી, કારણકે એનાથી સંપત્તિનું કેન્દ્રિકરણ ફક્ત થોડાક હાથોમાં જ થશે, જે પ્રગતિના રસ્તે અવરોધ રૂપે આવશે અને દેશમાં અસમાનતા, અસંતુલિતતા અને ઝઘડા લાવશે. તેથી સમાન અને પૂરતું વિકેન્દ્રિકરણ દરેક તકલીફના ઉકેલ માટે જરૂરી છે.

ભારત સરકાર અત્યારે નદીઓના આસપાસના ફળદ્રુપ પ્રદેશોના વિકાસ માટે નદીઓના પ્રવાહને કાબૂમાં કરીને અનેક યોજનાઓ હાથ ધરશે, બંધો બનાવવા, તળાવો બનાવવા અને પાણી પૂરવઠા વડે તથા જળ વિદ્યુત યોજનાઓ વડે લોકવિકાસના કાર્યો થશે. આ સાર્વત્રિક વિકાસ હશે. આ યોજનાઓ બધાંય આયોજનનાં મૂળમાં છે અને અમે તેને બને તેટલી ઝડપથી પૂરી કરવા પ્રયત્ન કરીશું જેથી લોકસમૂહો તેનો ફાયદો મેળવી શકે.