પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ બધું માંગે છે શાંતિપૂર્વકના સંજોગો અને લાગતા વળગતાં બધાંયનો સાથ અને સહકાર, અને સખત અને સતત મહેનત. ચાલો આપણે આપણી જાતને આ મહાન અને ફાયદાકારક કાર્યમાં જોડીએ અને આપણા આંતરિક ભેદભાવો અને ઝઘડા ભૂલી જઈએ. દરેક વસ્તુ માટે સમય હોય છે, સમય હોય છે ઝઘડવાનો, સમય હોય છે હાથમાં હાથ મેળવી કામ કરવાનો, સમય હોય છે કામ કરવાનો અને સમય હોય છે આનંદ કરવાનો. આજે લડવાનો સમય નથી કે મોજમજાનો સમય નથી. જ્યાં સુધી આપણે સફળ ન થઈ જઈએ. આજે, આપણે એક બીજા સાથે સહયોગ કરવો રહ્યો અને સાથે કાર્ય કરવું રહ્યું, અને સાચી ભાવનાથી કામ કરવું પડશે.

હું આપણી સેનાને પણ આજે થોડાક શબ્દો કહેવા માંગું છું, સિવિલ અને મિલિટ્રી, જૂના ભેદભાવો અને વાડાઓ જતા રહ્યા છે, અને આજે આપણે સ્વતંત્ર છીએ અને ભારતના સંતાનો છીએ, આપણા દેશની સ્વતંત્રતા માટે ગર્વ અનુભવીએ છીએ અને તેની સેવા માટે સાથે હાથ મેળવવા જઈ રહ્યા છીએ. આપણું બધાનું સામાન્ય પરીબળ છે “ભારત” આગળ આવનારા મુશ્કેલ દિવસોમાં, આપણી સેના અને આપણા વિશેષજ્ઞોએ મહત્વની ભૂમીકા ભજવવાની છે, અને આપણે તેમને ભારતની સેવાના સિપાહીઓ તરીકે આવકારીએ છીએ.

- ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭