પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



ધર્મ મહાસભા,સ્વાગત પ્રવચનનો પ્રત્યુતર

(સ્વામી વિવેકાનંદ)

ધર્મ મહાસભા: સ્વાગત ભાષણ નો પ્રત્યુતર (સ્વામી વિવેકાનંદ)

અમેરિકાવાસી બહેનો તથા ભાઈઓ,

આપે જે સૌહાર્દ અને સ્નેહ સાથે અમારૂં સ્વાગત કર્યું છે, તે પ્રતિ આભાર પ્રગટ કરવા માટે ઉભા થતી વખતે મારું હૃદય અવર્ણનીય હર્ષ અનુભવે છે. સંસાર માં સંન્યાસિ ઓ ની બધાથી પ્રાચીન પરંપરા તરફથી હું આપને ધન્યવાદ આપું છું; ધર્મોં ની માતા તરફથી ધન્યવાદ આપું છું, અને બધા સંપ્રદાયોં તેમજ મતો ના કોટિ કોટિ હિન્દુઓ તરફથી પણ ધન્યવાદ આપું છું.

હું આ મંચ પર થી બોલવાવાળા એ વિદ્ધાન વક્તાઓ પ્રતિ પણ ધન્યવાદ અર્પીત કરૂં છું, જેમણે પ્રાચી ના પ્રતિનિધિયો નો ઉલ્લેખ કરતી વખતે આપને એ જણાવ્યું છે કે સુદૂર દેશો ના આ લોકો સહિષ્ણુતા નો ભાવ વિવિધ દેશો માં પ્રચારિત કરવાના ગૌરવ નો દાવો કરી શકે છે. હું એક એવા ધર્મ નો અનુયાયી હોવાનો ગર્વ અનુભવ કરું છું, જેણે સંસાર ને સહિષ્ણુતા તથા સાર્વભૌમ સ્વીકૃતિ, બન્નેનું શિક્ષણ આપ્યું છે. અમે લોકો બધા ધર્મોં પ્રતિ કેવળ સહિષ્ણુતા માંજ વિશ્વાસ નથી કરતા, પરંતુ સઘળા ધર્મો ને સાચા માની સ્વીકાર કરીએ છીએ. મને એવા દેશ ના વ્યક્તિ હોવાનું અભિમાન છે, જેણે આ પૃથ્વી ના સમસ્ત ધર્મો અને દેશોના ઉત્પીડીતો અને શરણાર્થિઓ ને આશ્રય આપ્યો છે. મને આપને એ કહેતા ગર્વ થાય છે કે અમે અમારા અંતરમાં યહૂદિયો ના વિશુદ્ધતમ અવશિષ્ટ ને સ્થાન આપ્યું હતું, જેમણે દક્ષિણ ભારતમાં આવી તે જ વર્ષે શરણ લીધું,જે વર્ષે તેમના પવિત્ર મંદિર રોમન જાતિ ના અત્યાચાર થી ધૂળ માં મેળવી દેવાયું હતું. આવા ધર્મ નો અનુયાયી હોવામાં હું ગર્વ નો અનુભવ કરું છું, જેણે મહાન જરથુષ્ટ્ર જાતિ ના અવશિષ્ટ અંશ ને શરણ આપ્યું અને જેનું પાલન તે હજુ સુધી કરે છે. ભાઈઓ, હું આપ લોકો ને એક સ્તોત્ર ની થોડી પંક્તિઓ સંભળાવવા માગું છું, જેનું પઠન હું બાળપણથી કરૂં છું અને જેનું પઠન પ્રતિદિન લાખો મનુષ્ય કરે છે: