પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી પાછા આનંદી સૂરે ગાતાં ગાતાં બોલ્યા :

‘કૂણા કાન વીંધાવીએ છીએ, ભાઈ
કૂણા કાન વીંધાવીએ છીએ.’

રાજા કહે : ’કાગડો તો ભારે જબરો ! ગમે તે દુઃખમાં એને થતું જ નથી.ચાલો જોઈએ, હવે સુખ થાય એવે ઠેકાણે નાખવાથી એને દુઃખ થાય છે ?'

પછી કાગડાભાઈને એક તેલની કોઠીમાં નાખ્યા.

કાગડાભાઈ તો એ પણ સવળું જ પડ્યું. ખુશ થઈ એ બોલ્યા :

‘તેલ કાને મૂકીએ છીએ, ભાઈ !
તેલને કાને મૂકીએ છીએ.’

પછી તો રાજાએ કાગડાને ઘીના કુંડલામાં નાખ્યો. એમાં પડ્યો પડ્યો પણ કાગડો તો બોલ્યો :

‘ઘીના લબકા ભરીએ છીએ, ભાઈ !
ઘીના લબકા ભરીએ છીએ. ‘

રાજા તો ખૂબ ખિજાયો કાગડાને ગોળની કોઠીમાં નખાવ્યો.

કાગડાભાઈ તો પાછા મજાથી બોલ્યા :

‘ગોળનાં દડબાં ખાઈ છીએ, ભાઈ !
ગોળનાં દડબાં ખાઈએ છીએ.’

પછી રાજાએ કાગડાને ખોરડાની ઉપર ફેંક્યો, પણ ત્યાં બેઠાં બેઠાં કાગડો કહે :