પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૫
દક્ષિણ આફ્રિકાનું ટૂંકું વૃત્તાંત

એવા ગુનાઓમાં જયુરીથી કેસ ચલાવવાની વ્યવસ્થા ચાલુ કરવામાં આવી. વિધાનપરિષદની બેઠક પિટરમેરિત્સબર્ગમાં પહેલવહેલી ભરાઈ.

૧૮૫૮ એમેટોંગા જાતિના આદિવાસીઓને મજૂર બનાવવાનો નાતાલનો પ્રયાસ નિષ્ફળ ગયો.

જાવામાંથી ચીની અને મલાઈ મજૂરોને લાવવામાં આવ્યા. હિંદી સરકારને આ બાબતમાં કરેલી વિનંતી સફળ નીવડી.

૧૮૫૯ નાતાલની વિધાનપરિષદે હિંદી મજૂરોને લાવવાનો કાયદો પસાર કર્યો.
૧૮૬૦ નાતાલના શેરડીના બગીચાઓ પર કામ કરવા માટેનો મદ્રાસના હિંદી ગિરમીટિયા

મજૂરોનો પહેલો જથ્થો દક્ષિણ આફ્રિકાની ભૂમિ ઉપર પ્રથમ વાર આવ્યો.

૧૮૬૬ નાતાલમાં હિંદી ગિરમીટિયા મજૂરોનો આંકડો ૫,૦૦૦ સુધી પહોંચ્યો.
૧૮૬૮ બસુટોલૅન્ડને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડી દેવાયું.
૧૮૬૯ ફ્રી સ્ટેટમાં હીરાની ખાણો મળી આવી.
૧૮૭૦ કિંબરલીમાં હીરા મળી આવ્યા.

નાતાલમાં ગિરમીટમુક્ત મજૂરોને જમીન અપાવવાની પરવાનગી આપતો ૧૮૭૦નો બીજો કાનૂન પસાર થયો.
બસુટોલૅન્ડને સામ્રાજ્ય સરકાર અને ફ્રી સ્ટેટ વચ્ચે વહેંચી લેવામાં આવ્યું.

૧૮૭૨ કેપ સંસ્થાનમાં સંપૂર્ણ જવાબદાર શાસનની સ્થાપના કરવામાં આવી.
૧૮૭૬ દેશીઓના મામલા અંગેના કમિશને દેશી લોકો ઉપર કારોબારી તંત્રને વધારે મોટી

સત્તા આપી, પ્રિટોરિયા શહેરનો પાયો નંખાયો. રેલવેના બાંધકામ અને ગોદીની મરામત માટે હિંદી મજૂરોને લાવવાનું જારી કરવામાં આવ્યું.

૧૮૭૭ ટ્રાન્સવાલને બ્રિટિશ સામ્રાજય સાથે જોડી દેવામાં આવ્યું.
૧૮૭૮ ટ્રાન્સવાલનું બ્રિટિશ સામ્રાજ્ય જોડેનું જોડાણ પાછું ખેંચાવી લેવા માટે ક્રૂગર ઇંગ્લંડ

જવા રવાના થયા.

૧૮૭૯ ટ્રાન્સવાલને નિયુક્ત કરેલી કારોબારી કાઉન્સિલ અને વિધાનસભા સાથેનો બ્રિટિશ

તાજના સંસ્થાનનો દરજજો આપવામાં આવ્યો. “પોતાના જ ધ્વજ નીચે સંયુક્ત દક્ષિણ આફ્રિકા”નું નિર્માણ કરવાના ઉદ્દેશથી આફ્રિકન્ડર બોન્ડ સંસ્થા સ્થાપવામાં આવી.

૧૮૮૦-૧ ટ્રાન્સવાલની સ્વતંત્રતાની લડાઈ અથવા બોઅરયુદ્ધ.
૧૮૮૧ પ્રિટોરિયા કરારે ટ્રાન્સવાલને 'સમ્રાજ્ઞીની સરકારની સાર્વભૌમ સત્તા નીચે સંપૂર્ણ

સ્વતંત્રતાની બાંયધરી આપી.
નાતાલતાના હિંદી વેપારીઓએ ટ્રાન્સવાલમાં પ્રવેશ કર્યો.

૧૮૮૨ ટ્રાન્સવાલમાં અલગ વસ્તીનું (લોકેશન્સ) કમિશન નીમવામાં આવ્યું.

દેશી વસ્તીને લોકેશનોમાં ખસેડવાની વાત માન્ય કરવામાં આવી. પણ એનો અમલ નહીં થયો.

૧૮૮૩ ટ્રાન્સવાલમાંના ચૂંટાયેલા પ્રમુખ, ક્રુગરે, પ્રિટોરિયા કરારમાં સુધારો મંજૂર કરાવવા

માટે લંડનની મુલાકાત લીધી.

૧૮૮૪ બ્રિટન અને દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાક વચ્ચેના લંડન કરારે દેશીઓ સિવાયના

બધાને માટે પ્રજાસત્તાકમાં પ્રવેશ, મુસાફરી અને વસવાટની છૂટ, વેપારની સ્વતંત્રતા