પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દક્ષિણ આફ્રિકાનું ટૂંકું વૃત્તાંત

આ વૃત્તાંતનો હેતુ બનાવોનું પૂરેપૂરું બયાન આપવાનો નથી. એમાં માત્ર એટલી જ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે વાચકને ઐતિહાસિક પૃષ્ઠભૂમિકા સમજવામાં તથા કાંઈક અંશે દક્ષિણ આફ્રિકામાંના ગાંધીજીના જીવન અને તેમની પ્રવૃત્તિઓ દરમિયાન જે બળો કામ કરી રહ્યાં હતાં તે સમજવામાં મદદરૂપ થઈ પડે એમ છે.

૧૭૯૫   બ્રિટિશ ફોજોએ ડચ લોકો જોડે સમાધાન કરીને કેપ સંસ્થાન પર કબજો કર્યો. આમ કરવાનું કારણ એ હતું કે હિંદ જવાના માર્ગ ઉપર કેપનું સ્થાન પેચીદું હતું. એ સમયે ત્યાં ગોરા રહેવાસીઓની સંખ્યા ૧૬,૦૦૦ જેટલી હતી.

૧૮૦૨  બ્રિટને આમીન્સની સંધિની રૂએ કેપ સંસ્થાન ડચ પ્રજાસત્તાક સરકારને પાછું આપ્યું.

૧૮૦૬  બ્રિટને કેપ સંસ્થાન ફરીથી જીતી લીધું.

૧૮૧૫ વિયેનાની કૉંગ્રેસે કેપ સંસ્થાન બ્રિટનને આપી દેવાની વાતને મંજૂર રાખી.

૧૮૨૦ બ્રિટિશ વસાહતીઓનો પહેલો જથો કેપ સંસ્થાનના દરિયાકિનારે ઊતર્યો.

૧૮૨૩ કેપના મામલાની તપાસ માટે તપાસ કમિશન નિમાયું.

૧૮૩૪ કેપ સંસ્થાનમાં વિધાનપરિષદની સ્થાપના અને લોકમતથી ચૂંટાયેલી મ્યુનિસિપલ કમિટીઓનો આરંભ. ગુલામી નાબૂદ થઈ.

૧૮૩૬ મહાન કૂચ શરૂ થઈ.

૧ ૮૩૮ નાતાલમાં પ્રજાસત્તાક રાજયની સ્થાપના થઈ.

૧૮૪૧ કેપ સંસ્થાનના નાગરિકોએ વિધાનસભા માટે અરજી કરી.

૧૮૪૩ બ્રિટિશોએ કેપ સંસ્થાન સાથે નાતાલને જોડી દીધું.

૧૮૪૫  નાતાલ જે આજ સુધી કેપ સંસ્થાનના ગવર્નર અને વિધાનપરિષદના અધિકાર નીચે હતું તેમાં ન્યાયતંત્રની શરૂઆત કરવામાં આવી.

૧૮૪૬ કેપ સંસ્થાનના ગવર્નરની હાઈ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી.

૧૮૪૭ નાતાલના શહેરી વિસ્તારોમાં ચૂંટાયેલાં મ્યુનિસિપલ બોર્ડની જોગવાઈ કરવામાં આવી. ૧૮૪૮ નાતાલને નિયુક્ત વિધાનપરિષદ આપવામાં આવી. ફી સ્ટેટે ઑરેન્જ રીવર સંસ્થાનની સાર્વભૌમ સત્તાની ધોષણા કરી.

૧૮૫૨  સેંડ રીવર સંમેલને ટ્રાન્સવાલમાં બોઅરોની સ્વતંત્રતા માન્ય કરી.

૧૮૫૩ કેપ સંસ્થાન બંધારણ ઑર્ડિનન્સ લાગુ પાડવામાં આવ્યો.

૧૮૫૪ બ્લૂમફોન્ટીન સંમેલન બાદ ઑરેન્જ ફ્રી સ્ટેટ અને ટ્રાન્સવાલ સ્વતંત્ર થયાં. ડરબન અને પિટરમેરિત્સબર્ગની મ્યુનિસિપાલિટીઓની સ્થાપના થઈ.

૧૮૫૫ કેદી મજૂરો લાવવા માટે નાતાલે સમ્રાજ્ઞીને કરેલી અરજી સફળ નહીં નીવડી.

૧૮૫૬ નાતાલને તાજના સંસ્થાનના દરજજા સાથે પ્રતિનિધિત્વવાળું શાસન અને સંસદીય મતાધિકાર આપવામાં આવ્યાં તથા ચૂંટાયેલી બહુમતીવાળી વિધાનપરિષદ પણ અપાઈ. મિલકતની ઊંચી લાયકાતને કારણે દેશી લોકો મતથી વંચિત રહ્યા.

૧૮૫૭ નાતાલની સર્વોચ્ચ અદાલતની પુનર્રચના કરવામાં આવી અને તહોમત મૂકી શકાય