પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૭
દક્ષિણ આફ્રિકાનું ટૂંકું વૃત્તાંત
૧૮૮૯ રોડ્સે માટાબેલ પાસે ખાણો ચલાવવાના હકો મેળવ્યા.

માટાબેલ યુદ્ધ અને બળવો રોડેશિયા જીતી લેવામાં પરિણમ્યાં.
સમ્રાજ્ઞીના હકનામાથી બ્રિટિશ દક્ષિણ આફ્રિકા કંપની સ્થપાઈ.

૧૮૯૦ કેપ સંસ્થાનમાં રોડ્સે એમનું પહેલું પ્રધાનમંડળ રચ્યું.

બ્રિટિશ દક્ષિણ આફ્રિકા કંપનીએ માશોનાલૅન્ડ કબજે કર્યું.

૧૮૯૨ કેપ સંસ્થાનમાં મતાધિકાર અને બૅલટ કાનૂન બનાવ્યો.

ટ્રાન્સવાલમાં પરદેશીઓનો રાષ્ટ્રીય સંઘ (નેશનલ યુનિયન ઑફ ઑઈટ્લૅન્ડર્સ) સ્થપાયો.

૧૮૯૩ ફોક્સરાડે (લોકસભાએ) હિંદીઓ વિરુદ્ધ ૧૮૮૫નો ત્રીજો કાનૂન અમલમાં લાવવા

માટેના ઉપાયની યોજના કરવા ઠરાવ કર્યો.
નાતાલે જવાબદાર શાસનનો અધિકાર મેળવ્યો.
સર જૉન રૉબિન્સને નાતાલનું પહેલું પ્રધાનમંડળ રચ્યું.
કેપ' સંસ્થાનમાં દેશી મજૂરો સંબંધી કમિશને દરેક દેશી પુરુષ ઉપર એક ખાસ કર નાખવાની ભલામણ કરી, જે કર વર્ષ દરમિયાન કામ ઉપર ચડતાં ઘર ઉપર ગેરહાજર રહ્યાની સાબિતી આપતાં પરત કરવાનો હતો.
ટ્રાન્સવાલમાં ખાણોના વેપારી સંઘે દેશી મજૂરોના કમિશનની દેખરેખ નીચે એક ખાસ મજૂરમંડળની સ્થાપના કરી.

૧૮૯૪ નાતાલમાંના જવાબદાર રાજતંત્ર નીચેની પ્રથમ સરકારે હિંદી વસાહતી મજૂરોની

સહાયમાં અપાતી વાર્ષિક મદદ બંધ કરવા માટે સંસદની મંજૂરી મેળવી લીધી.
નાતાલમાં મતાધિકાર કાનૂન સુધાર વિધેયક રજૂ થયું.
ગ્લેન-ગ્રે કાનૂને કેપ સંસ્થાનને દેશી પુરુષો ઉપર કર નાખવાની કાનૂની મંજૂરી આપી. નાતાલે ટ્રાન્સવાલ સાથે સમજૂતી પર સહી કરી.
વિટવોટર્સરેન્ડમાં સોનું અને હીરા મળી આવ્યા.
પોન્ડોલૅન્ડને કેપ સંસ્થાનમાં જોડી દેવામાં આવ્યું.
દેશીઓનાં હિતોની સહીસલામતી રાખીને સ્વાઝીલૅન્ડને દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાકના તાબામાં મૂકવામાં આવ્યું.
કેપની સંસદે ઈસ્ટ લંડન મ્યુનિસિપાલિટીને શહેરના ફૂટપાથ પરથી હિંદીઓને દૂર રાખવાને મંજૂરી આપી.

૧૮૯૫ ટ્રાન્સવાલે સ્વાઝીલૅન્ડના રક્ષક રાજ્યની જવાબદારી સ્વીકારી.

બ્રિટિશ બિચુઆનાલૅન્ડને કેપ સંસ્થાનમાં ભેળવી દેવાયું. ગવર્નર-જનરલના હાથ નીચે કેપ સંસ્થાનમાં બૃહદ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી.
નાતાલમાં ૧૮૯૫નો ૧૭મો કાનૂન પસાર થયો.
૧૮૮૫ના ત્રીજા કાનૂનના અમલના પ્રશ્નની તપાસ માટે ટ્રાન્સવાલમાં એક કમિશન નીમવામાં આવ્યું.
પરદેશીઓએ (ઑઇટલૅન્ડર્સ) સુધારક મંડળ સ્થાપ્યું.
જોહાનિસબર્ગ ઉપર જેમિસનનો હુમલો. બ્રિટિશ હાઈકમિશનરે એના પરથી હાથ ઉઠાવી લેવાની જાહેરાત કરી.