પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૩
નાતાલ ઍસેમ્બલીને અરજી

રીતે જયારથી ૧૮૫૮ની સાલમાં બ્રિટિશ સરકારે હિંદની સરકારનો કારભાર હાથમાં લીધો છે ત્યારથી હિંદી સમાજના ઉપલા વર્ગોમાં, રાજદ્વારી પ્રવૃત્તિ અને રાજદ્વારી કાર્યશક્તિ બંનેમાં જે ગણનાપાત્ર વિકાસ જોવામાં આવ્યો છે તેને સત્તારાહે માન્યતા આપવામાં આવે. ૧૮૬૧ના હિંદી વિધાનપરિષદ કાનૂનમાં સુધારો કરવાને માટે આ વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. હિંદમાં ઘણા લાંબા સમયથી એક અથવા બીજા પ્રકારના કાનૂન ઘડવાના અધિકાર અસ્તિત્વમાં છે, પણ એ અધિકારો કાંઈક અસ્પષ્ટ સ્વરૂપના હતા અને તેનું કાયદેસરપણું ઊલટાસૂલટી હતું. ટયુડર અને સ્ટુઅર્ટ રાજાઓએ આપેલા અધિકારપત્રોની તારીખથી શરૂ થઈને જૂની ઈસ્ટ ઇંડિયા કંપનીના રાજયકાળ સાથે સાથે તે અસ્તિત્વમાં હતા. પરંતુ આધુનિક વિધાનસભાની પદ્ધતિનો આરંભ તો એ સમયે થયો હતો જયારે લૉર્ડ કૅનિંગ વાઈસરૉય હતા અને સર સી. વૂડ, જેમને પાછળથી લૉર્ડની પદવી અપાઈ હતી, તેઓ ભારતમંત્રી હતા. સર સી. વૂડે ૧૮૬૧માં એ સાલનો હિંદી વિધાનપરિષદ કાનૂન પાર્લામેન્ટમાં પસાર કરાવ્યો. . . . ૧૮૬૧ના કાનૂને હિંદમાં ત્રણ વિધાનપરિષદોની રચના કરી. વાઈસરૉયની સર્વોચ્ચ વિધાનપરિષદ અને મદ્રાસ અને મુંબઈની પ્રાંતીય પરિષદો વાઈસરૉયની સર્વોચ્ચ વિધાનપરિષદ માત્ર ગવર્નર જનરલ અને તેની કારોબારી કાઉન્સિલની બનેલી હોય છે તથા એમાં ઓછામાં ઓછા છ અને વધારેમાં વધારે બાર વધારાના સભ્યો લેવામાં આવે છે. એ સભ્યો ગવર્નર જનરલે નિયુક્ત કરેલા હોય છે અને એમાંના અડધોઅડધ સભ્યો બિનસરકારી હોય છે તેઓ કાં તો યુરોપિયન અથવા દેશી ગમે તે લોકોમાંથી લેવાય છે. મદ્રાસ અને મુંબઈની વિધાનપરિષદોમાં પણ ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે આઠ વધારાના સભ્યો હોય છે અને તેમની નિયુક્તિ પ્રાંતીય ગવર્નર કરે છે. એમાંના ઓછામાં ઓછા અડધા સભ્યો બિનસરકારી હોવા જોઈએ. એ કાનૂન પસાર થયા બાદ બંગાળ અને સરહદ પ્રાંતમાં પણ વિધાનપરિષદો રચાઈ છે. બંગાળની વિધાનપરિષદમાં લેફ્‌ટનન્ટ ગવર્નર તથા ૧૨ નિયુક્ત સભ્યો અને સરહદ પ્રાંતની પરિષદમાં લેફ્‌ટનન્ટ ગવર્નર તથા ૯ નિયુક્ત સભ્યો હોય છે. જેમાંના બંને ઠેકાણે એકતૃતીયાંશ સભ્યો બિનસરકારી હોવા જ જોઈએ. . . . અનેક પ્રતિભાવાન, શક્તિશાળી અને લોકસેવાની ભાવનાવાળા હિંદી સજજનોને આગળ આવીને સરકારના કામકાજમાં તેમની સેવા આપવાને સમજાવવામાં આવ્યા છે અને આ વિધાનપરિષદોની ગુણવત્તાનું ધોરણ બેશક ઊંચું રહ્યું છે.

સુધારક કાનૂન દરેક વિધાનપરિષદમાં નિયુક્ત થયેલા સભ્યોની સંખ્યા વધારવાની સત્તા ઉપરાંત દર વર્ષે નાણાકીય નિવેદન પર ચર્ચા કરવાની તેમ જ "પ્રશ્નો પૂછવાની" સત્તા પણ આપે છે. ए चूंटणीना सिध्धांतने मूर्तिमंत बनावे छे. વિધાનપરિષદોનું સ્વરૂપ પહેલેથી જ પ્રતિનિધિત્વવાળું રહ્યું છે. બીજું વાચન રજૂ કરનાર માનનીય સભ્ય નિયુક્ત કરવામાં આવતા સભ્યો વધારવા બાબતમાં કહ્યું :

આ વધારો કરવાનો હેતુ ઘણી સરળતાથી જણાવાયો છે અને હું માનું છું કે સભાગૃહ એને ઘણી સરળતાથી સમજી લેશે. એની મારફતે માત્ર પસંદગીના વિસ્તારમાં વધારો કરીને જ તમે વિધાનપરિષદોના પ્રતિનિધિત્વના તત્વની શક્તિમાં વધારો કરો છો.

પરંતુ તમારા અરજદારો જણાવે છે કે હવે જ આ વિધાનપરિષદો "મતાધિકાર ઉપર નિર્ભર" એવું પ્રતિનિધિત્વનું સ્વરૂપ ભોગવે છે.