પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧
મોતનું બિછાનું

પડે છે, ને તે વેળાએ ગૌદાન કામ આવે છે. જો ગૌ નહિ હાથ લાગે તો મરનાર પ્રાણી પોતાના પુત્ર પરિવારને શાપ દે છે, ને તેથી નસંતાન થાય છે.”

ગેારનો આ લવલવારો કાઈને પસંદ નહોતો. પણ ન્યાત જાતમાં નઠારું કહેવાશે, લોકો અપકીર્તિ કરશે, એ ભયથી ગંગાએ કમળીની પાસે કિશેારને બેલાવ્યો, ને તેને સમજાવ્યો. પહેલાં તો કિશેારે કંઈકશું સાંભળવાને ના પાડી, પણ ક્ષણભર વિચાર કરીને “ઠીક છે.” કહ્યું. પોતાની પાસેના રૂ. ૧૦૦ બહાર કાઢીને જણાવ્યું કે યોગ્ય માર્ગે સીધા ધર્માદામાં આપીશું. ગોરે તે પોતાનો લાગો જણાવ્યે, તેને પણ કોઈએ પત કીધો નહિ.

મોહનચંદ્રને હાથે સો રૂપિયા અડકાડવાનો લલિતાએ આગ્રહ ધર્યો. નકામી તકરાર થઈ પડશે તે હેતુથી તેમ કીધું. થોડી વાર વીતે ડોસાના ગળામાં ઘરેડો ચાલ્યો. સૌ કલ્પાંત કરવા લાગ્યાં. કમળાને આ સઘળા શોકકારક દેખાવથી ઘણું લાગી આવ્યું. તે તો ગાંડા જેવી આસપાસ રડવા લાગી. “મારા બાપા નહિ જીવે” એમ વારંવાર રડતી, બૂમ મારતી, આમથી તેમ દોડતી હતી. ગંગા વહેતે આંસુએ પણ તેને ધીરજ આપતી હતી. સૌ રડવા લાગ્યાં ને ઘરમાં એક હૃદયભેદક દેખાવ થઇ રહ્યો. શેઠાણી જે આટલીવાર ઘાડી છાતીનાં ને કઠિન હૃદયનાં થઇને બેઠાં હતાં તે વાળ પીંખવા લાગ્યાં ને હવે “મારું સૌભાગ્ય ગયું, મારો શણગાર ગયો.” એમ બૂમ મારવા લાગ્યાં. બરાબર મધ્યરાત્રિ થઈ સઘળે અંધકાર વ્યાપી રહ્યો હતો, તેવામાં મોહનચંદ્રે પોતાની ઝુંફતી આંખ ઉધાડી, ને અંબે અંબે કરતાં એકવાર ગંગા ને કિશેાર સામું જોયું ને તે જ પળે અતિ ઘણા સંતોષથી તેનો આમર આત્મા તે જગન્નિયંતા સમક્ષ પહોંચી ગયો. શ્વાસ બંધ પડ્યો, ને કિશેારે છાતીપર હાથ મૂક્યો તો સઘળું સૂનકાર જણાયું ને એક ચીસ સાથે બૂમ મારી કે “મારા પિતાજી ગયા!”

ઘરમાં રડારોળ થઇ રહી. શબના ઉપર જઇને કમળી પડી ને