પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.

સ્વ. ઈ સૂ દેશાઈનાં

હિંદ અને બ્રિટાનિયા

અને
રાજભક્તિ વિડમ્બન

[બે રાજકીય ચિત્રો]

આ અપૂર્વ રાજકીય કાદંબરી પ્રથમ પ્રકટ થઈ ત્યારે તેના ઉપર ઇંગ્લડાંનાં ધૌરિંધર પત્રો “ધી ટાઈમ્સ,” “સ્ટાન્ડર્ડ,” “સેન્ટ જેમ્સીસ ગેઝેટ,” “ટેલીગ્રાફ;” “સ્કોટસ્મેન,” “ધી ક્વીન,” “સેટરેડ રિવ્યુ” તથા રશીયાનું “નોવોવરમીયા,” “મોસ્કો ગેઝેટ,” અને ફ્રાંસનું “ટેમ્પસ,” અને અમેરિકાના “નોર્થ અમેરિકન રિવ્યુ,” વગેરેએ ટીકા કરી હતી. અને હિંદુસ્તાનના એકેએક પત્રે તપાસ લીધી હતી.

આ ચોથી આવૃત્તિમાં કર્તાની છેલ્લી ઈચ્છા મુજબ સુધારો વધારો કરેલો છે અને ગુજરાતી ભાષામાં સૌથી પહેલું જ લખાયલું ભાણુ [દશ પ્રકારના નાટકોમાંથી એક] પણ આ સાથે આપવામાં આવ્યું છે, તેનું નામ રાજભક્તિ વિડમ્બન છે. એમાં રાજદ્રોહીજનોનું સરસ ચિત્ર આપેલું છે. જ્ઞાન સાથે ગમ્મત આપનારા માર્મિક ભાષામાં લખાયલો, વ્યંગોથી ભરપુર આ ગ્રંથ છે. એમાં કોંગ્રેસની સ્થાપના પહેલાના વખતનો ચિતાર આપેલો છે.

ત્રીજી આવૃત્તિ કરતાં આમાં ટીકા વગેરે પુષ્કળ છે, વળી ગ્રન્થકર્તાની એક સુન્દર અપ્રકટ છબી અને હિંદ અને બ્રિટાનિયાના લખેલા પાનાના હસ્તાક્ષરના નમુના, લોર્ડ રિપન ધી જસ્ટની છબી વગેરે ઘણી વસ્તુઓ આપેલી છે.

કિંમત રૂ. ૩-૦-૦ ટપાલ ખર્ચ જુદું.