પૃષ્ઠ:Gangabai Jamnabai ni vaat.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કવિ -

દોહરો
ચકલે લડે ચુનારિયો, જુઓ તમાસો તે જ;
લાજે નિર્લજ બોલતાં, અવશ્ય હારે એ જ.
અપશબ્દો કહિ અન્યને, હું જાણે હુશિયાર;
પણ એ વિષે પ્રવીણ તો, ભૂપર ભાંડ અપાર. ૨
દુર્ભાષણ નેં દુષ્ટતા, શિક્ષક વિના શિખાય;
સદ્‌ભાષણ નેં સભ્યતા, પૂરણ શ્રમે પમાય. ૩
પત્ની જે નિજ પતિ થકી, બળવિ ક્ષમા ધરનાર.
હઈએ પામે હારે "તે, હાર નહીં" શણગાર. ૪

નરોત્તમ - તમારો અને તેઓનો કાંઈ ખાનગી વિચાર મળતો આવ્યો નહિ હોય, તેથી તેઓએ એમ કર્યું હશે.

કવિ - મારા ઉપર દ્વેષ રાખે, કે ધમકી બતાવે, તેથી હું મળતો આવું કે ? અને જો હું તેઓના મતને મળીશ, તો તેઓનાથી ઉલટા હશે તેઓ મારા ઉપર દ્વેષ રાખશે. એ તો એનું એ, નેં તેનુ તે.

મનહર છંદ
માનુ જ્યારે વેદમત જૈની જાણે મિથ્યાત્વી છે,
જૈની બન્યે બીજા જાણે નાસ્તિકનો ભાઈ છે;
પઢું જો પુરાણતો કુરાની કહે કાફર છે,
કુરાની બનું તો હિંદુ કહે કે મ્લેછાઈ છે;
દ્વેત માનું તો અદ્વેતવાદી કહે અજ્ઞાની છે,
અદ્વેત માનું તો દ્વૈતતણી અદેખાઈ છે;
સર્વને રીઝાવી કેમ શકું દલપત કહે,
સર્વ જન સાથે મારે મન તો મિત્રાઈ છે.

હાથી - નરોત્તમને એકાંતે લઈ જઈને કહે છે કે એ કવિ બહુ અભિમાન રાખે છે. માટે એનું ખૂબ અપમાન કરવું, અને જ્યાં આપણા આરતીઆ હોય, ત્યાં પત્રો મોકલવા કે એ કવિની કવિતા સરસ નથી. અને હરેક ઠેકાણે આપણા કવિની તારીફ કરવી.

નરોત્તમ - પણ સરસ કવિતાનાં પુસ્તકો છાનાં રહેવાનાં નથી.તે વાંચીને જેઓ કવિતામાં સમજતા હશે, તેઓ આપણા વિષે એવો વિચાર લાવશે કે તેઓને કવિતાનું જ્ઞાન નહિ હોય. અથવા અસત્યવાદી હશે. અને તેઓ સારી કે નરસી, લોકોના અંતઃકરણ કહી આપશે. આપણા કહેવાથી સારી