પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
ગીતાબોધ.

ગીતાભાષ પેાતાની ઇન્દ્રિયાને સમેટી લે છે. પણ કાચમા તા જ્યારે જ્યારે કાઈદુશ્મન જુએ છે ત્યારે પેાતાનાં અંગ ઢાલની નીચે સમેટે છે; જ્યારે મનુષ્યની ઇન્દ્રિયેા ઉપર વિષયે રાજ ચડાઈ કરવા ઊભા જ છે એટલે તેણે તા હુમેશાં ક્રિયાને સમેટી રાખી પોતે ઢાલરૂપ થઈ વિષ્યાની સામે લડવાનું છે. આ ખરું યુદ્ધ છે. કાઈ તા વિષયાને વારવા સારુ દેહદમન કરે છે, ઉપવાસ કરે છે. એ ઠીક છે. ઉપવાસ હેાય ત્યાં લગી ઇંદ્રિય વિષય ભણી નથી દોડતી, પણ એકલા ઉપવાસથી રસ સુકાઈ નથી જતા. ઉપવાસ છોડતાં એ તેા વળી વધી પણ પડે. રસને કાઢવા સારુ તો ઈશ્વરપ્રસાદ જોઈએ. ઇડિયા તા એવી બળવાન છે કે તે મનુષ્યને તે સાવધાન ન રહે તે બળાત્કારે ઘસડી જાય છે. અને તેથી માણસે ક્રિયાને હમેશાં પેાતાના તાબામાં રાખવી જોઈએ. પણ તે તા જ્યારે તે ઈશ્વરનું ધ્યાન ધરે, અંતમુ`ખ થાય, હ્રદયમાં રહેલા અંતર્યામીને આળખે, તેની