પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
યજ્ઞ-૧

" જે જમે છે તે ચેારીનું જમે છૅ એવું સખત વાય ગીતાકારે કહી દીધું. શુદ્ધ જીવન ગાળવા ઇચ્છનારનું બધું કાર્ય યજ્ઞરૂપે હાય. આપણે યજ્ઞ સાથે અવતર્યો એટલે આપણે સદાયના ઋણી-દેવાદાર રહ્યા. તેથી આપણે જગતના હુંમેશના ગુલામ સેવક, અને ગુલામને સ્વામી જેમ સેવા લેવાને કારણુ અન્નવસ્ત્રાદિ આપે છે તેમ આપણુતે જગતના સ્વામી આપણી પાસેથી ગુલામી લેવા ખાતર અન્નવસ્ત્રાદિ આપે તે આભારપૂર્વક લઈ એ. તેટલા આપણુને હુક છે એવું ન કે ન મળે તે સ્વામીને ન વગેાવીએ. શરીર તેનું છે, તેની ઇચ્છા પ્રમાણે તેને રાખે કે નાખે. આ સ્થિતિ દુ:ખદ નથી, દયામણી પણ નથી; તે આપણું સ્થાન સમજી લઈએ. તા સ્વાભાવિક છે, અને તેથી સુખદ છે અને ઇચ્છવાયોગ્ય છે. આવું પરમ સુખ અનુભવવાને સારુ અચલિત શ્રદ્ધાની આવશ્યકતા છે જ, પેાતાને વિષે ચિંતા જ ન ભાગવવી, અધી પણ માનોએ, એટલે આ