પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
યજ્ઞ-૨

યજ્ઞ—૨ તા. ૨૮-૧૦-૩૦ મંગળપ્રભાત યજ્ઞ વિષે ગયે અઠવાડિયે લખ્યું પણ પેટ ન ભરાયું. જે વસ્તુ જન્મની સાથે લઈને આપણે આ જગતમાં પ્રવેશ કર્યો છે. તેને વિષે જરા વધારે વિચાર કરવા નિર્ણાંક નહિં જાય. યજ્ઞ નિત્યનું કર્તવ્ય છે, ચાવીસે કલાક આચર- વાની વસ્તુ છે એમ વિચારતાં, અને યજ્ઞ એટલે સેવા એમ જાણતાં ‘વોપારાયસતાં વિમૃતષ: ’ જેવું વચન કર્યુ છે. નિષ્કામ સેવા એ પરાપકાર નથી પણ પેાતાની ઉપર ઉપકાર છે, જેમ કરજ ભરવું એ પાપકાર નહિ પણ પોતાની સેવા છે, પેાતાની ઉપર ઉપકાર છે, પેાતાની ઉપરથી ભાર ઉતાર્યો છે, પાતાના ધર્મ સાચવ્યા છે.