પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
ગીતાબોધ.

UR મીતામા ખી છે તે મારી નજીકમાં નજીક છે. આવું જ્ઞાન ઘણા જન્મ પછી જ મનુષ્ય પામે છે અને તે પામ્યા પછી આ જગતમાં હું વાસુદેવ સિવાય તે જોતા જ નથી. પણ જેને કામના તા જુદા જુદા દેવતાઓને ભરે છે. અને જેવી જેની ભક્તિ તે પ્રમાણે ફળના આપનાર તે હું જ છું. આવા ટૂંક સમજવાળાને જે ફળ મળે છે તે પણ એવું જ ટૂંકું હોય છે, તેઓના સતેાષ પણ તેટલામાં રહેલા હાય છે. આવા લોકે પાતાની ટૂંકી બુદ્ધિથી એમ માને છે કે મને તેઓ ઇક્રિયા વડે ઓળખી શકે છે; તે નથી સમજતા કે મારું અવિનાશી અને અનુપમ સ્વરૂપ ઇંદ્રિયાથી પર છે ને હાથ, કાન, નાક, આંખ ઋત્યાદિ વડે ઓળખી શકાતું જ નથી. આમ હું બધી વસ્તુના પેદા કરનારા છતાં મને અજ્ઞાની લોકા ઓળખી શકતા નથી એ મારી ચેાગમાયા જાણુ. રાગદ્વેષ વડે સુખદુઃખાદ્ધિ થયાં જ કરે છે ને તેથી જગત મૂર્છામાં–મેહમાં રહે છે. પણ જેમ તેમાંથી