પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
ગીતાબોધ.

શ્રીતામાધ સ્થિર રાખે, અને સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, સમ છતાં અષાનું પાલન કરવાની શક્તિ ધરાવનાર, જેનું ચિંતવન કરતાંયે ઝટ મેળખી ન શકાય એવા, સૂર્ય જેવા અંધારું-અજ્ઞાન મટાડનાર પરમાત્માનું જ સ્મરણ કરે. આ પરમ પદને વેદ્ય અક્ષરભ્રહ્મ નામે ઓળખે છે, રાગદ્વેષાદિના ત્યાગ કરનારા મુનિએ તેને પામે છે, અને તે પદ પામવાની ઇચ્છા રાખનારા સહુ બ્રહ્મચર્યનું પાલન કરે છે, એટલે કાયાને, વાચાને અને મનને અંકુશમાં રાખે છે, વિષયેા માત્રના ત્રણેય રીતે ત્યાગ કરે છે. ક્રિયાને સમેટી લઈને નું ઉચ્ચારણ કરતાં મારું જ ચિંતવન કરતાં જે સ્ત્રી પુરુષ દેહ ડે છે તે પરમ પદને પામે છે. એવાંનું ચિત્ત ખીજે કાંય ભમે જ નહિ, અને આમ મને પામનારને, દુઃખનું ધર એવા જન્મ કરી પામવાપણું નથી રહેતું. આ જન્મમરણુતા ચક્રમાંથી છૂટવાના ઉપાય મને પામવા એ