પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
ઘાશીરામ કોટવાલ.


મુ૦— ફ્રાન્સ દેશમાં આવીગનન કરીને એક ઠેકાણું છે ત્યાં એક પથ્થર ખાનારને લાવ્યા હતા. તે દોઢ તસુ લાંબો, એક તસુ પહોળો, ને અરધો તસુ જાડો, એવો પથ્થરનો કડકો ખાઈ જતો હતો. તે પથ્થરનો કડકો મ્હોડામાં નાંખીને ચાવીને ભૂકા કરી ગળી જતો હતો. 'એ ખાવું તેને સારું લાગતું હતું. તેનું ગળું ઘણું મ્હોટું ને દાંત ઘણાં મજબૂત હતા. તેનો કોઠો બીજાં માણસોના જેવો જ હતો. આ સખસ એક બેટ ઉપરથી હાથ આવ્યો હતો. તે પથ્થરની સાથે કાચું માંસ ખાતો હતો. તેને ભાખરી આપતા તો તે ખાતો નહીં ને મધ તથા પાણી ઘણી હોંશથી પીતો. જમીન ઉપર બેઠે ઝોલાં ખાધા કરતો. તેની ફસ ખોલીને લેાહી કાઢ્યું હતું. તે થોડી વારમાં થીજીને પરવાળા જેવું થઈ ગયું. તે બે ત્રણ શબ્દ બોલતો હતો.

ઘા૦— કેટલાક સાધુ બાવાને મ્હોડામાંથી સાળિગ્રામ ને સોનું કહાડતાં અમે જોયા છે તે શું હશે ?

મુ૦— તે સઘળો ઢોંગ છે. તેમાં મંત્ર તંત્ર કાંઈ નથી. હળવે હળવે અભ્યાસ કરી ટેવ પાડી, એટલે કાંઈ પણ ન્હાનો પથ્થર ગળીને તે બહાર કહાડતાં માણસ શીખી શકે છે.

ઘા૦— (રધુનાથ ભટજી નજદીક, હતા, તેની તરફ જોઈને) માંત્રિક બાવા, આ મુનશી શું કહે છે?

ભ૦— એ મુસલમાન લોકોને આપણાં શાસ્ત્રની ખબર નહીં. તે કારણથી ખેાટી ખેટી કલ્પના કરે છે. જ્યારે સઘળો ઢોંગ છે, ત્યારે અમે મંત્રો કરીને સોનાની પુતળી ચલાવીએ છઈએ; રૂપાની વાડકી ચલાવીએ છઈએ. પિશાચથી બેશુદ્ધ થએલા માણસને સાવધ કરીએ છઈએ તે કેમ ?

મુ૦— એ સઘળી ઠગવાની વાતો છે. હમણા દિવસની વખતે અજવાળામાં સોનાની પુતળી અથવા રૂપાની વાડકી મંત્રથી ચલાવી આપો તો વધારે તો શું; પણ આપના પગ આગળ સવાસો મ્હોર નજર કરું.

ઘા૦— માંત્રિકબાવા, ઠીક છે, ચાલો તમારું પરાક્રમ મુનશીને બતાવી ખાતરી કરી આપો.

ભટજી— સૂર્ય આથમ્યા પહેલાં એવાં અઘોર કામ કરી બતાવવાની અમારા ગુરુની આજ્ઞા નથી. વળી મુસલમાન લોકોની રુબરુ અમારાથી મંત્રનો જપ થાય નહીં.

મુ૦— (મોટેથી હસીને) કોટવાલ સાહેબ, ભટજી બાવાએ મેાટી હરકત બતાવી ! પૈસા, રૂપિઆ તથા વાડકીઓ રાતની વખત ચલાવવાની