પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
ઘાશીરામ કોટવાલ.

તને સેલું પાગડી બક્ષીસ આપવા કહ્યું હતું તે રહી જાત. તેથી કરીને ઉતાવળમાં તારી પાસે સેલું પાગડી નાંખી હું તરવાર શોધવા ગયો હતો.

ભાટ— મહારાજ ! બક્ષીસ તો ભરીપૂરીને પામ્યો, પરંતુ ગરદી શાની ? તે જતી તો જાનબા પોવારનો સસરો હતો. આપનો હજુરી બાલોજી સીતો૯યા, આપે તેને એાળખ્યો નહીં શું ? તે જ જતી હતો. સસરા જમાઈની તે ગરદી શાની ? અમે જમાદારને તે જ વખત બથાવી રાખ્યો હતો, અને આપનું સેલું તથા પાગડી એક ચોર બગલમાં મારી નાસતો હતો, તેને પકડી ચાવડી ઉપર રવાને કર્યો છે. આ વાત સાંભળી ઘાશીરામને ઘણી જ લાજ આવી, તેથી તથા ઘુંટણ ને મોઢામાં વાગવાથી તે દુખતાં હતાં, તેથી અમારે હવે રોન ફરવા જવું જોઇએ, એવું બાનું કરી તમાસામાંથી ઉઠી ચાલ્યો ગયો.

--¤¤¤¤¤¤¤¤--


વાત ૮.

ઘાશીરામની મા વૃદ્ધ થઇને મરી ગઈ. તેને ધારા પ્રમાણે દહન દીધા પછી, ઘાશીરામે પોતાના દેશનો એક પંડિત બોલાવી, તેની પાસે ગરુડ પુરાણ વંચાવવાનો આરંભ કર્યો. પંડિતજીએ પુરાણ વાંચી અર્થ સમજાવ્યો. તે પુરાણમાં એવું લખ્યું હતું કે, પ્રેત (મરનાર)નો સંતાપ દૂર થવાને તથા તેની નવી દેહ પ્રાપ્ત થવાને નવ દહાડા સુધી નિત્ય તર્પણ કરવું અને એક પિંડ આપવો. દશમે દિવસે પ્રેતનો અરધા અંગુઠા જેટલો લિંગદેહ ઉત્પન્ન થાય છે; માટે તેને ભુખ તરસને વાસ્તે પિંડ આપવા પડે છે, તેથી તે દિવસે દશ પિંડ કરવા પડે છે. બાદ અગિયારમા, બારમા, ને તેરમાને દિવસ શ્રાદ્ધ કરવું પડે છે. તેમ જ માસીસા તથા વરસીને દિને શ્રાદ્ધ કરવું પડે છે. પ્રેતને ધર્મરાજ પાસે લઈ જાય છે. તે વખત રસ્તામાં તેને દુ:ખ ન થાય, તે સારુ શ્રાદ્ધ સમયે જરૂર ગાય, પથારી, જોડા, છત્ર, પંખો, કુંભ (ઘડો), શેરડીની હોડી તથા દીવી; એટલી વસ્તુનું દાન કરવું. બળદ છોડાવવા, ને જો એટલું ન થાય તો પ્રેતને પિશાચયોની પ્રાપ્ત થાય છે, ને તેનો મોક્ષ થતો નથી. સર્વ કાળ તૃષાની પીડાથી મોટું દુ:ખ પામે છે; કારણ કે પ્રેતના ગળાનું છિદ્ર સોયના નાકા જેવું બારીક છે, ને પીપળાનાં પાંદડાં ઉપર વરસાદ તથા ઝાકળનાં ટીપાં પડે છે, તે જમીન પર પડતાં પહેલાં ઝીલી લે તેટલું જ માત્ર પિશાચના પીવાના કામમાં આવે છે. બીજે સઘળે ઠેકાણે જ્યાં જ્યાં પાણી છે, ત્યાં વરુણ દેવતાએ પોતાના દૂતો મૂકી ભૂતોને પાણી લેવાની બંધી કરી છે. તે કારણસર પિશાચનું