પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
ઘાશીરામ કેાટવાલ.


જતી— આ ઘાશીરામ કોટવાલ, એના બાપને અમે ઓળખીયે છયે. આ જાનરાવ પોવાર એની તો સાત પેઢીની હકીકત કહી બતાવું. એને અમે નાગા ઉઘાડા ફરતા જોયા છે. એની સાસુ સાથે અમારે ઘણી વખત એકાંત બેસવું થતું હતું. એની સ્ત્રી ગોપિકા બાઇને અમે માળે લઈ ગયેલા, અને તેણે અમારા મોહોમાં ને અમે તેના મોહોમાં પાનનાં બીડાં ખવડાવેલાં હતાં. વળી એની ખૂણાની વાતો પણ અમારા જાણ્યામાં છે. તે એ કે એની વહુની ડુંટીની આસપાસ ગોલ ભીલામાનો મોટો ડામ છે.

આ પ્રમાણે બોલતાં જ સઘળી મંડળી હસી પડી ને જાનરાવ પોવાર તરફ જોવા લાગી. તેથી જમાદારને ઘણો ગુસ્સો આવ્યો. “તેરી ભેનકા જતી * *” એવી ગાળો દઈ તરવાર મ્યાનમાંથી કહાડી જતીની વાંસે દોડ્યો. તેવો જ જતી હાયરે કરીને નાસવા લાગ્યો. તેથી ચોતરફ ગડબડ થઇને હાહાકાર થઇ રહ્યો. ને લોકો નાસવા લાગ્યા તેથી ધક્કા મુક્કી થવાથી દીવો ગુલ થઈ ગયો. તે વેળા ઘાશીરામ ગભરાઇને ગરદીમાંથી નાસવા લાગ્યો; તેવું તેનું સેલું પગમાં ભરાવાથી ઉંધો પડી ગયો ને પાગડી દૂર ઉડી ગઈ ને ગુંઠણ છોલાઈ ગયા, ને મોહાડામાં વાગ્યું; તે પણ તેવો જ ઉઠીને નાસતો નાસતો શુકરવારની ચાવડીપર ગયો ; અને “દોડો રે દોડો” એવી બુમો પાડી. ચાવડી ઉપર જુવે છે તો એક સિપાઈ હાજર ન હોતો. તે સઘળા તમાસો જોવા ગયા હતા. તેથી તે જ ચાવડીના ઓટલાપર બેઠો. પછી બેલબાગમાં ગડબડ થોડી કમી થઇ એવું જોઇને હળવે હળવે બેલબાગ તરફ આવવા લાગ્યો. રસ્તામાં રણસીંગાવાળો મળ્યો. તેણે કહ્યું કે, “અમે આપને જ શોધીએ છૈયે; આપ હ્યાં ક્યાંથી આવ્યા? હવે સઘળું સમાધાન થયું. વેશધારી લોકો આપની વાટ જુવે છે.” તે ઉપરથી ઘાશીરામે તેને રણસીંગું ફુંકવાનું કહ્યું ને પોતે મોટા દબદબાથી બેલબાગ તરફ ગયો. માથે પાગડી ન હતી, તેનું કાંઈ ભાન હતું નહીં; ને તમાસામાં જઈને બેઠો ત્યાં ભાટનો વેશ ઉભો હતો. તે ભાટ મોહોડા આગળ આવી બોલવા લાગ્યો.

ભાટ— આપે એટલો શ્રમ શા માટે લીધો ? અને સેલું પાગડી ક્યાં ગયાં?

કો૦— (જરાક ચમક્યો; પણ પાછો ઠેકાણે આવી બોલવા લાગ્યો કે ) સરકારની ચાકરી બજાવતાં જીવ જાય તો ફિકર નહીં, એવો અસલથી અમારો નિશ્ચય છે. અગર ગરદીને વિખેરી નાખતાં મરી જાત તો,