પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
ઘાશીરામ કેાટવાલ.

નજદીકમાં સૈયદહુસેનુદીન કાજી રહેતા હતા, તેને boલાવી મંગાવ્યા. બાદ ઘાશીરામે શાસ્ત્રી બાવાને પૂછ્યું કે, આપણા શાસ્ત્રમાં સૃષ્ટિની ઉત્પત્તિ વિષે લખ્યું છે તે કહો. તે ઉપરથી બોલ્યા:–

શાસ્ત્રી— આપણા ચાર વેદ છે. તેમાં પહેલો ઋગવેદ, બીજે યજુર્વેદ, ત્રીજો સામવેદ, અને ચેાથો અથર્વણ, એ રીતે છે. તેમાં પૃથ્વીના પહેલા ક૯પમાં ત્રણ નિકળ્યા. ઋગવેદ અગ્નિમાંથી નિકળ્યો, યજુર્વેદ વાયુ થકી ઉત્પન્ન થયો, અને સામવેદ સૂર્યે આપ્યો. એ વેદો શંખાસુર દૈત્ય ચોરી ગયા પછી બીજા ક૯પમાં બ્રહ્માએ કહેલા છે; તાર પછી વેદવ્યાસે વેદ લખીને તેના ચાર ભાગ કર્યા. ત્યારથી ચાર વેદ થયા. ઇતિહાસ તથા પુરાણને પાંચમો વેદ ગણે છે. ચાર વેદમાંના ત્રણ વેદમાં યજ્ઞયાગના મંત્ર, સંસ્કાર આચાર, તથા ધર્મ કહેલ છે, અને અથર્વણવેદમાં પ્રાયશ્ચિત્તના પ્રકાર તથા ધનુર્વિદ્યા બતાવેલી છે. વેદની અનેક સંહિતા એટલે વિભાગો છે, તેને શાખા કહે છે. ઋગવેદની સંહિતા સોળ છે, તેને કેટલાક પાંચ ગણે છે. યજુર્વેદની એકસો એક શાખા છે, તેની કેટલાક ૮૬ શાખા છે એમ સમજે છે. સામવેદની સંહિતા હજાર ઉપ્રાંત છે; અને અથર્વણવેદની સંહિતા નવ છે. તે શાખાઓનાં નામઃ-આશ્વલાયન, સાંખ્યાયન, કાત્યાયન, વાજસનેયી, હિરણ્યકેશી વગેરે છે. વેદ ઉપર એક ભાષ્ય એટલે ટીકા કરેલી છે તે તથા ભાગવત ઉપર જોતાં એવું માલુમ પડે છે કે અવલ સઘળો અંધકાર હતો. તેમાં માત્ર વિશ્વાત્મા રહેતા હતા. તેને માનસી સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઇચ્છા થઇ. તે ઉપરથી ત્રૈલોક્ય એટલે સ્વર્ગ, મૃત્યુ તથા પાતાળ ઉત્પન્ન કર્યા બાદ પુરુષ ઉત્પન્ન કર્યો. તેના મોહોમાંથી અગ્નિ નિકળ્યો; નાકમાંથી શ્વાસ નિકળ્યો, ને તેથી વાયુ પેદા થયો; આંખમાંથી સૂર્ય ઉત્પન્ન થયો; કાનમાંથી આકાશ થયું; ત્વચામાંથી રુંવાડા નિકળ્યાં ને તેમાંથી વનસ્પતિ તથા ઝાડ થયાં. હૃદયથકી મન ને મનથી ચંદ્રમા ઉત્પન્ન થયો. ડુંટીમાં અપાન વાયુ નિકળીને તેમાંથી મોત નિકળ્યું. પ્રજાપતિથકી ઉત્પત્તિનું બીજ પેદા થયું, ને તેમાંથી પાણી થયું. આ પ્રમાણે દેવતા ઉત્પન્ન થયા ને દરીઆમાં પડ્યા, તે વખત વજનદાર હતા. ત્યારે ભુખ તથા તરસથી વ્યાકુળ થઇને એવું માગી લીધું કે, અમને કમ વજનદાર એટલે નાહાની આકૃતિના કરો કે અન્ન ખાઇએ. તે વખત તેએાને ગાયનું રૂપ બતાવ્યું. તે તેએાએ પસંદ કર્યું નહીં; બાદ ઘોડાનું રૂપ બતાવ્યું, તે પણ કબુલ કર્યું નહીં. પછી નર સ્વરૂપ બતાવ્યું તે તેઓને પસંદ પડ્યું. તે ઉપરથી પોતપોતાની જગો ઉપર જવાની તેઓને આજ્ઞા થઇ તે વખત અગ્નિ વાચા થઈ મોહોમાં