પૃષ્ઠ:Gramonnati.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રસ્તાવના

ગ્રામજીવન સહુની માફક મેં પણ જોયું છે અને અનુભવ્યું છે – અલબત, મર્યાદિત રીતે. ગ્રામજીવનથી આપણે ધારીએ તો ય અલગ થઈ શકીએ એમ નથી.

સરકારી મુલ્કી નોકરીમાં મને એક બહુ ભારે અંગત લાભ થયો માનું છું : હું ગામડાંને અમુક અંશે ઓળખતો થઈ શક્યો : એ પણ નોકરીની મર્યાદાસહ; ગ્રામવાસી તરીકે તો નહિ જ. નોકરી અને અમલદારીની મર્યાદાનું ભાન પણ મને એમાં જ થયું.

ગ્રામોન્નતિના નાનકડા પ્રયોગો પણ હું એ નોકરીને અંગે કરી શક્યો છું. એમાં પણ મર્યાદાઓ તો ઘણી જ. એ મર્યાદાઓ છતાં ગ્રામજનતાનો થએલો પરિચય મારામાં એટલી શ્રદ્ધા તો ઊપજાવી શક્યો કે ગ્રામોન્નતિ શક્ય છે. ગ્રામજનતા હજી એટલી મુલાયમ છે કે એને ધારીએ તેમ ઘડી શકીએ. એ ‘ધારવામાં’ જ ખરી મુશ્કેલી આવી રહેલી છે.

એ પ્રયાગોની જાહેરાત જરૂરની નથી. અભિમાન લેવા જેટલી એની અસર કાયમી પણ નથી. મારી સ્થિતિમાં સહુ કોઈ કરી શકે એવા એ સામાન્ય પ્રયોગો કહેવાય.

પરંતુ એ નાના પ્રયોગોની નાની સરખી સફળતામાંથી ઉત્પન્ન થએલી શ્રદ્ધાનું એક પરિણામ એ મારી ‘ગ્રામલક્ષી’ નવલકથા. પ્રયોગો પહેલાં અને નવલકથા પછી.

વળી એ પ્રયાગોએ મને ગ્રામજનતાની નિકટતા અર્પી અને ગ્રામજીવનના અભ્યાસમાં કાંઈ અનુભવ આપ્યો. એ અભ્યાસ – તે