પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીકરીએ દીવો રહેશે ?
૧૮૭
 


‘પણ આ તો હવે આભ ફાટ્યું એવો ઘાટ થયો છે. જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ જેવુ થઈ જવાનું. આમાંથી હવે ઊગરવું કેમ કરીને?’

‘શ્રીભવનમાંથી ઝટપટ બહાર નીકળીને રામટેકરી ઉપર ચડી જઈએ તો ત્યાં તળાવનાં પાણી નહિ પહોંચે.’

‘પણ અહીંથી બહાર નિકળાશે જ કેમ કરીને ? અહીં જ દટ્ટણ સો પટ્ટણ જેવું થઈ જવાનું છે.’

અને એ વાત સાચી હતી. જીવ બચાવવા મરણિયા થઈને આમતેમ નાસાનાસ કરનારાઓ વાસ્તવમાં તો, શ્રીભવનમાં જ આંધળા પાડાની જેમ ઘૂમી રહ્યા હતા. વીજળીનો પ્રવાહ બધ થતાં જ હેબતાઈ જઈને હુડુડુ કરતાં ઊઠેલાં લોકો બહાર નીકળવાની મથામણમાં એક વિરાટ હમચી ખૂંદી રહ્યાં હતાં. ગુરખો ગુરુચરન જ્યાં આઠેય પહોર ઊંઘતો-જાગતો બેસી રહેતો, એ શ્રીભવનના સિંહદ્વાર સમો દરવાજો ક્યાં આવ્યો એ જ અત્યારે અંધકારમાં કોઈને સમજાતું નહોતું. દસવીસ કે સો-બસો માણસો નહિ પણ આખો જનસમૂહ અત્યારે ધક્કે ચડ્યો હતો. કોઈ મનફાવતી દિશામાં આગળ વધી શકે એમ જ નહોતાં. એ તો, પાછળથી ધક્કો લાગે એ રીતે જ આગળ ધકેલાતાં હતાં. ઊંડા કૂવામાં ઊડતાં આંધળાં ચામાચીડિયાં આમથી તેમ, કૂવાની દીવાલ જોડે અથડાયા કરે એ ઢબે આ જનમેદની અહીંથી તહીં અથડાઈ રહી હતી.

મેદાનના કોઈ ચોક્કસ ખૂણામાંથી વારેવારે કરુણ તીણી ચીસો ઊઠ્યા જ કરતી હતી. મનુષ્યની એ અંતિમ મરણચીસોનું પ્રમાણ હવે વધતું જતું હતું. એ ચીસો પોતે જ આ ગભરાયેલી મેદનીને વધારે ગભરાવવાનું કામ કરતી હતી. આ સામૂહિક મરણચીસો પાછળ અષ્ટગ્રહીનો જ હાથ છે એ બાબતમાં કોઈને લવલેશ શંકા રહી નથી.

આ અણધાર્યો ઉલ્કાપાત નિહાળીને અંધકારમાં પણ સર ભગનની આંખે અધારાં આવી રહ્યાં હતાં. એકાએક એમણે લેડી જકલને ફરિયાદ કરી કે આપણને–માબાપને–આવી આફતમાં મૂકીને