પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
ગ્રહાષ્ટક વત્તા એક
 

લોભમાં ને લોભમાં આમ સરદારજી જેવા થઈને ફર્યા કરો છો.’

‘એટલે જ પેલો ગુરખો તમને ટૅક્સીવાલા સરદારજી સમજી બેઠો ને ?’ બુચાજી બોલ્યા.

‘નહિ, ગુરખા તો આમને નૃત્યકાર કે ચિત્રકાર કે કવિ કે એવું કશુંક સમજીને ટીપવા લાગેલો.’ સેવંતીલાલે સમજાવ્યું. ‘ગુરુચરન તો એમ જ માને છે કે દાઢી વધારે એ બધા જ કવિ કે કલાકાર હોય, એટલે એણે તો આંખ મીંચીને જ ડંડો ઉગામેલો.’

‘એ માણસ તો આમેય આખો દિવસ આંખ મીચીને જ ચોકી કરતો હોય છે.’

‘ઈશ્વરે એ કોમને એવી જ આંખો આપી, એમાં ગુરુચરનનો શો વાંક ?’

‘પણ આપણા ગોરદેવતાને કવિ સમજીને આંધળે બહેરું કૂટી માર્યું ને ?’ સર ભગને કહ્યું. અને પછી સેવંતીલાલને ફરમાવ્યું : ‘જાઓ, ગોરબાપાને આપણા દામા પારેખ પાસે લઈ જાઓ ને ક્લીન શેવ કરાવી લાવો.’

દામા પારેખ એટલે શ્રી ભુવનના સુવાંગ ક્ષૌરકર્મ કાર્યાલયના અધિષ્ઠાતા. સર ભગનને ત્યાં ફેમિલી ડૉક્ટર, ફેમિલી સૉલિસીટર, ફેમિલી શિક્ષક વગેરેનો જે ગંજાવર કાફલો હતા એમાં ફેમિલી વાળંદ પણ હતા અને એ સ્થાન દામા પારેખને ફાળે આવ્યું હતું. ગોરા લાટસાહેબના જમાનાથી બંગલાની ઓતરાદી વસાહતમાં દામા પારેખના દાદાને વસવાટ મળેલો. આજે તો એમની ત્રીજી પેઢી પાંગરી રહી હતી. ત્રણ-ત્રણ પેઢી થયાં તેઓ આ વસાહતના માલિકને મૂંડતા આવેલા.

સેવંતીલાલ કુળગોરને લઈને દામા પારેખના ક્વાર્ટર્સ તરફ જવા નીકળ્યા એટલે સર ભગને બેવડી રાહતનો દમ ખેંચ્યો : એક તો, દાઢી બોડેલા ગોરદેવતા જોડે વાતચીત કરવામાં આરોગ્યની દૃષ્ટિએ વધારે સ્વચ્છતા જળવાશે એ, અને બીજી, તે મહત્ત્વનાં